ગેરકાયદે હથિયાર/ સુરતના ચા વાળાએ 6 વર્ષ પહેલા દાટ્યો હતો તમંચો, કાઢવા ગયો તો..

ચાની દુકાન ચલાવતા વ્યક્તિને લૂંટનો ડર લાગતા 6 વર્ષ પહેલા તે પોતાના વતનથી દેશી હાથ બનાવટનો તમંચો લાવ્યો. ત્યારબાદ તેને તમંચાની જરૂર ન પડતા આ તમંચો જમીનમાં દાટી દીધો

Top Stories Gujarat Surat
ચાંદી 6 સુરતના ચા વાળાએ 6 વર્ષ પહેલા દાટ્યો હતો તમંચો, કાઢવા ગયો તો..

ચાની દુકાન ચલાવતા વ્યક્તિને લૂંટનો ડર લાગતા 6 વર્ષ પહેલા તે પોતાના વતનથી દેશી હાથ બનાવટનો તમંચો લાવ્યો. ત્યારબાદ તેને તમંચાની જરૂર ન પડતા આ તમંચો જમીનમાં દાટી દીધો અને હાલ તેને તમંચો યાદ આવી જતા. જમીનમાંથી તમંચો કાઢતાની સાથે જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સચિનના ચુડા સેક્ટર 2માં કરિયાણાની દુકાન ચલાવતા એક ઈસમની હાથ બનાવટના દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં એવી હકીકત સામે આવી હતી કે, તે 6 વર્ષ પહેલાં પોતાના વતનથી આ દેશી હાથ બનાવટનો તમંચો લાવ્યો હતો અને તેને ડર હતો કે, તેના ધંધામાં જે નફો હતો તે કોઈના દ્વારા લૂંટી લેવામાં ન આવે.

ચાંદી 5 સુરતના ચા વાળાએ 6 વર્ષ પહેલા દાટ્યો હતો તમંચો, કાઢવા ગયો તો..

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા જે ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ સંતોષકુમાર કુશવાહ છે. તે મૂળ બિહારનો વતની છે અને તે કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 20 વર્ષ પહેલા તે સુરતમાં રોજગાર માટે આવ્યો હતો અને પાંચ વર્ષ સુધી તેને સચિન વિસ્તારમાં અલગ અલગ મિલમાં કામ કર્યું હતું. ત્યારબાદ સચિન વિસ્તારમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ચાની લારી શરૂ કરી પોતાનો ધંધો શરૂ કર્યો હતો.

સંતોષ કુમારની ચાની લારી જે વિસ્તારમાં હતી. તે જગ્યા ઉપર આસપાસ જાળી ઝાંખરા અને જંગલ જેવો વિસ્તાર હતો. તેથી તેને એવો ડર હતો કે, તે દિવસભરનો ધંધો કરીને રોકડ રકમ રાત્રિના સમયે પોતાની સાથે લઈ જતો હોય ત્યારે કદાચ તેની સાથે લૂંટની ઘટના બની શકે છે અને આ ડરના કારણે તે તેના ગામની બાજુમાં આવેલા સાળંગપુર ગામ પાસેથી 6 વર્ષ પહેલા એક મેળામાંથી તમંચો ખરીદીને લાવ્યો હતો.

ત્યારબાદ તેને તમંચો પોતાની ચાની લારી પર છુપાવી રાખતો હતો. જો કે કોઈ કારણોસર તેને ચાની લારી બંધ કરી દેવી પડી હતી. ત્યારબાદ તેને કરિયાણાની દુકાન શરૂ કરી હતી. જોકે ત્યારબાદ તેને તમંચાની કોઈ પણ જરૂર ન પડી હોવાના કારણે જે જગ્યા પર તે લારી ચલાવતો હતો. તે હોજીવાલા કમ્પાઉન્ડમાં તેણે આ દેશી તમંચો દાંટી દીધો હતો. જો કે આરોપીને તમંચો યાદ આવી જતા તે જે તે જગ્યા પર ગયો હતો અને ખાડો ખોદીના તમંચો બહાર કાઢ્યો હતો.

જોકે આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને માહિતી મળી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક જ હાથ બનાવટના તમંચા સાથે સંતોષ કુમારની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.