ગુજરાત/ પાટણમાં શિક્ષકની પુત્રીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

પાટણમાં એક યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. યુવતીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 13T132436.153 પાટણમાં શિક્ષકની પુત્રીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

પાટણમાં એક યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. યુવતીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવતીના પિતા સગાઈ કરવા ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી. પાટણ તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ પાટણમાં અનાવાડામાં રહેતા શિક્ષક પુત્રીના વિવાહ સંબંધ માટે હંસાપુર ગયા હતા. દરમ્યાન આ શિક્ષક વ્યક્તિની પુત્રીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. અનાવાડા ગામમાં રહેતા આ શિક્ષકની પુત્રીનું આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પિતા પણ ઘેરા આઘાતમાં છે કે આખરે પુત્રીને કઈ બાબત સતાવતી હતી કે તેણે આવુ અંતિમ પગલું ભર્યું. એકબાજુ યુવતીના પિતા વિવાહ લાયક દિકરીનું ઘર બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે દીકરીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર વીજળી તૂટી છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો. પોલીસે ફરિયાદ નોંધતા યુવતીના આત્મહત્યા કરવા પાછળના કારણ અંગેની તપાસ ચાલુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા