Fire Cut Mishap/ વલસાડના સલૂનમાં ‘ફાયર હેરકટ’ દરમિયાન આગથી દાઝી ગયો કિશોર

વલસાડથી આવી રહેલા એક વિચિત્ર સમાચાર મુજબ, વાપી શહેરમાં એક વાળંદની દુકાનમાં ‘ફાયર હેરકટ’ દરમિયાન આગ લાગતા 18 વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝી ગયો છે.

Gujarat Others
ફાયર હેરકટ

વલસાડથી આવી રહેલા એક વિચિત્ર સમાચાર મુજબ, વાપી શહેરમાં એક વાળંદની દુકાનમાં ‘ફાયર હેરકટ’ દરમિયાન આગ લાગતા 18 વર્ષીય કિશોર ગંભીર રીતે દાઝી ગયો છે. પોલીસે ગુરુવારે આ મામલાની માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે ‘ફાયર હેરકટ’માં વાળને કટ કરવા અને તેમને ખાસ રીતે સેટ કરવા માટે સળગતી ‘આગ’નો ઉપયોગ કરવામાં આવે છે. બુધવારે બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાસ્તવમાં, ‘ફાયર હેરકટ’ દરમિયાન છોકરાના વાળમાં આગ લાગી અને તે કાબૂ બહાર થઇ ગઈ હતી.

આ અંગે વાપી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ‘ફાયર હેરકટ’ અકસ્માતમાં કિશોરના ગળા અને છાતીના ભાગે દાઝી ગયો હતો. અગાઉ દાઝી ગયેલા છોકરાને વાપીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પીડિત વાપીના ભદ્રકમોરા વિસ્તારનો રહેવાસી છે અને સુલપડ વિસ્તારમાં આવેલી વાળંદની દુકાનમાં ‘ફાયર હેરકટ’ કરાવવા માટે આવ્યો હતો. તપાસ અધિકારી કરમસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે પીડિતા અને વાળંદના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતી સૂચવે છે કે પીડિતના વાળમાં કોઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું, જેમાં તેના શરીરનો ઉપરનો ભાગ પણ આગને કારણે દાઝી ગયો હતો. તેણે એ પણ જણાવ્યું કે આ ‘ફાયર હેરકટ’ માટે કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે!

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદારના ગઢવાળી બેઠક પર દાવેદારી નોંધાવી! જાણો વિગત

આ પણ વાંચો:સ્નેહ સંમેલનમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ શંકર ચૈાધરીએ આ બેઠક પર કરી દાવેદારી,જાણો