Knowledge/ એક એવું મંદિર જ્યાં પાકિસ્તાન દ્વારા 3000 બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, છતાય અડીખમ 

1965 ના યુદ્ધમાં, પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલા 3000 બોમ્બ વિસ્ફોટ પણ મંદિરમાં એક ઈંટ સુધ્ધા ખેરવી શક્ય નાં હતા. 450 બોમ્બ મંદિર પરિસરમાં પણ પડ્યા હતા. આ બોમ્બ હવે ભક્તોના દર્શન માટે મંદિર પરિસરમાં બંધાયેલા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.

Religious Dharma & Bhakti
3000 બોમ્બ વિસ્ફોટ

તનોટ માતાનું મંદિર જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન સરહદની નજીક સ્થિત છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, આ મંદિર દેશ-વિદેશમાં તેના ચમત્કારો માટે પ્રખ્યાત બન્યું છે. 1965 ના યુદ્ધમાં, પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલા 3000 બોમ્બ વિસ્ફોટ પણ મંદિરમાં એક ઈંટ સુધ્ધા ખેરવી શક્ય નાં હતા. 450 બોમ્બ મંદિર પરિસરમાં પણ પડ્યા હતા. આ બોમ્બ હવે ભક્તોના દર્શન માટે મંદિર પરિસરમાં બંધાયેલા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે.

Tanot Mata Temple , Jaisalmer: How To Reach, Best Time & Tips

1965 ના યુદ્ધ પછી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ આ મંદિરની જવાબદારી સંભાળી અને તેની એક ચોકી પણ અહીં બનાવી. એટલું જ નહીં, 4 ડિસેમ્બર, 1971 ના રોજ, પંજાબ રેજિમેન્ટ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની એક કંપનીએ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાનની આખી ટેંક રેજિમેન્ટનો નાશ કરી દીધો હતો અને લોંગેવાલાને પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બનાવ્યું હતું. લોંગેવાલા પણ તનોટ માતાની નજીક છે લોંગેવાલાની જીત બાદ મંદિર પરિસરમાં એક વિજય સ્તંભ બનાવવામાં આવ્યો હતો જ્યાં સૈનિકોની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરે ઉત્સવ ઉજવવામાં આવે છે.

Tanot Mata Temple In Jaisalmer - पाकिस्तान ने इस मंदिर पर बरसाए थे 3000 बम, मां के आशीर्वाद से खरोंच तक नहीं आई, टूटा था पाक का गुरूर | Patrika News

તનોટ માતા મંદિર ખાતે વિજય સ્તંભ
તનોટ માતાને આવ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હિંગળાજ માતાનું એક સ્વરૂપ છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છે. અશ્વિન અને ચૈત્ર નવરાત્રીમાં દર વર્ષે અહીં એક વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
તનોટ માતા મંદિરનો ઇતિહાસ: –
ઘણા સમય પહેલા ત્યાં મામડિયા નામનો એક ચારણ હતો. તેમને કોઈ સંતાન નહોતું. સંતાન મેળવવાની ઇચ્છામાં તેમણે સાત વાર પગેચાલીને હિંગળાજ શક્તિપીઠની યાત્રા કરી. એકવાર માતા સ્વપ્નમાં આવી અને તેની ઇચ્છા માટે પૂછ્યું, ચરણે કહ્યું કે તમે મારા ઘરે જન્મ લો.

Tanot Mata Temple Story in Hindi | Tanot Mata Mandir History | Tentaran
તનોટ માતા

માતાના આશીર્વાદથી અહીં ચારણ ના ઘરે 7 પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. આ જ સાત દીકરીઓમાંની એક, અવડનો જન્મ વિક્રમ સંવત 808 માં થયો હતો અને તેણે ચમત્કારો દર્શાવવાનું શરૂ કર્યું હતું. સાત દીકરીઓને દૈવી ચમત્કારોનો આશીર્વાદ મળ્યો. તેમણે માડ ક્ષેત્રને હુંણના આક્રમણથી બચાવ્યો.

Tanot Mata Mandir, Tanot - Temples in Jaisalmer - Justdial
તનોટ ચોકી ખાતે પોસ્ટ કરાયેલા કોન્સ્ટેબલ કાલિકાંત સિંહા કહે છે કે માતા ખૂબ શક્તિશાળી છે અને મારી દરેક ઇચ્છા પૂરી કરે છે. માતાની કૃપા હંમેશાં આપણા માથા પર રહે છે. દુશ્મન આપણા વાળ પણ વાંકો કરી શકતા નથી.
માતાની કૃપાથી માડ ક્ષેત્રમાં ભાટી રાજપૂતોનું એક મજબૂત રાજ્ય સ્થાપિત થયું. રાજા તનુરાવ ભાટીએ આ સ્થાનને તેની રાજધાની બનાવ્યું અને માતાને સુવર્ણ સિંહાસન રજૂ કર્યું.

આ પણ વાંચો:નિત્ય બ્રહ્મચારી કૃષ્ણ અને નિત્ય ઉપવાસી દુર્વાસા કેમ કહેવાય છે…?

આ પણ વાંચો:કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન  કેમ માગ્યું

આ પણ વાંચો:ગુરુએ શિષ્યને પાણી લાવવા કહ્યું, ઝરણાનું પાણી ગંદુ જોઈને તે પાછો ફર્યો, ગુરુએ તેને ફરીથી મોકલ્યો ત્યારે…

આ પણ વાંચો:હીરો ફાયદા સાથે નુકસાન પણ પહોંચાડી શકે છે, ધ્યાનમાં રાખો આ વાતો