Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણ, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. કાશ્મીર પોલીસે સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલવામાના ગુંડીપુરમાં રવિવારે રાત્રે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે એક આતંકવાદી માર્યો ગયો […]

Top Stories India
clash

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. કાશ્મીર પોલીસે સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલવામાના ગુંડીપુરમાં રવિવારે રાત્રે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ રિયાઝ અહેમદનો હત્યારો પણ એન્કાઉન્ટરમાં સામેલ છે. રિયાઝ અહેમદની 13 મેના રોજ પુલવામામાં હત્યા કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનંતનાગ જિલ્લાના બિજબેહરાના શિતીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા.

આ પણ વાંચો:ભારતમાં નવા COVID-19 કેસમાં 4.3% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ