રોડ અકસ્માત/ કપડવંજમાં ગમખ્વાર અકસ્માત, માતા અને બે બાળકીના મોત,4 માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ

રિક્ષામાં સાવર એક જ પરિવારના માતા અને બે બળકીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે પિતા અને ચાર માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

Gujarat Others
કપડવંજ માં ગમખ્વાર અકસ્માત, માતા અને બે બાળકીના મોત,4 માસની માસૂમ
  • કપડવંજમાં માર્ગ અકસ્માતમાં 3 ના મોત
  • ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • લાડવેલ-પાંખિયા રોડ પર થયો અકસ્માત
  • દંપત્તિ પૈકી માતા અને બે બાળકીના મોત
  • પિતા અને 4 માસની બાળકીનો બચાવ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આજ રોજ એક ગમખ્વાર અકસ્માતની  ઘટના બની છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જ્યારે એક માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લાના કપડવંજમાં લાડવેલ-પાંખિયા રોડ નજીક ટ્રક અને  રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જેમાં  લાડવેલ-પાંખિયા રોડ ઉપરથી પતિ-પત્ની અને 3 સંતાનો એક સીએનજી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા. દરમિયાન  ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  જેમાં રિક્ષામાં સાવર એક જ પરિવારના માતા અને બે બળકીઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે પિતા અને ચાર માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 4 મહિનાની દીકરીનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

Business / Nykaa કે Zomato નહીં, આ IPOએ આ વર્ષે ધુમ મચાવી વસુલયો તગડો નફો

National / કાનપુરથી PMનું પ્લેન ના ઉડ્યું, લખનૌ રોડ માર્ગે પરત આવું પડયું