અમરેલી/ સાવરકુંડલા રોડ પર ગમખ્વાર અકસ્માત, એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

અમરેલી સાવરકુંડલા રોડ પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ…

Gujarat Others
સાવરકુંડલા

રાજ્યમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. અમરેલી સાવરકુંડલા રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ છે.

આ પણ વાંચો :રાજકોટ / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ,જુઓ દ્રશ્યો…

આ મામલે મળતી માહિતી અનુસાર, અમરેલી સાવરકુંડલા રોડ પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જો કે, 108 ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર આપી હતી. આ અકસ્માતમાં ટ્રક ક્લીનરનું મોત થયું હતું. જ્યારે ટ્રકના એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પુલ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા.

આ પણ વાંચો :ઘોષણા /  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઓવૈસીની મોટી જાહેરાત, કહ્યું – અમારી પાર્ટી લડશે…

જે બાદ અકસ્માતની 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 ની ગાડીએ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગુજરાત /  દેશની તુલનામાં ગુજરાતનો ખેડૂતો છે ઓછો દેવાદાર, રાજ્યના 42.5 ટકા ખેડૂતો દેવાતળે દટાયેલાં

આ પણ વાંચો :રાજકારણ ગરમાયું /  માફિયા ડોન અતિક અહમદને ન મળી શક્યા ઓવૈસી, કોંગ્રેસે નિશાન સાધ્યું

આ પણ વાંચો :ગુજરાત /  રાજકોટ ક્રિકેટ રસિકો માટે Good News, ભારત-દ.આફ્રિકા વચ્ચે આ તારીખે રમાશે T-20 મેચ