Not Set/ અમદાવાદ માટે મુસીબત ભર્યો નિર્ણય, AMC હોસ્પિટલોમાં આ પુરાવો હશે તો જ મળશે સારવાર

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક કેટલા નિર્ણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે

Top Stories Ahmedabad Gujarat
A 306 અમદાવાદ માટે મુસીબત ભર્યો નિર્ણય, AMC હોસ્પિટલોમાં આ પુરાવો હશે તો જ મળશે સારવાર

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક કેટલા નિર્ણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક નિર્ણયોએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી છે. ત્યારે આવામાં હવે કોરોના દર્દીઓ માટે મુસીબતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતગર્ત AMC હોસ્પિટલોમાં ફક્ત અમદાવાદીઓને સારવાર મળશે. હવે અમદાવાદનું આધાર કાર્ડ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત 108 દ્વારા જ દાખલ કરવાનો નિર્ણય અમલમાં છે.

AMC ઉપરાંત ધંવંતરિ હોસ્પિટલોમાં પણ આ વિવાદિત નિર્ણય લાગૂ કરવામાં આવ્યો છે. તંત્રના જડ નિયમોનો હજારો લોકો ભોગ બની રહ્યા છે. આ મામલે તંત્રના એકપણ અધિકારી કંઇપણ બોલવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો :યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

આપને જણાવી દઈએ કે, આ પહેલા જે દર્દીઓને 108 માં લઈને આવામાં આવતા હતા તેઓને જ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં ગુજરાતના અનેક ગામડાઓમાં લોકો કામ કરવામાં આવે છે. ત્યારે સવાલ એવા ઉઠી રહ્યા છે. કે તેઓને કોરોના થાય તો તેઓને સારવાર મળશે કે કેમ?કારણ કે તેઓની પાસે તેઓના ગામડાનું આધારકાર્ડ હશે.

આ પણ વાંચો :જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી કહ્યું- દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસનો આંક 14 હજાર 200 ને પાર થઇ ગયો છે. રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ વધારે વકરતી જઇ રહી છે. એવામાં આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા કેસનો આંક 14,296 આવ્યો છે જ્યારે 6,727 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 157 એ પહોંચી છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 75.54 થયો છે. તો રાજ્યમાં કુલ 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો :ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

Untitled 43 અમદાવાદ માટે મુસીબત ભર્યો નિર્ણય, AMC હોસ્પિટલોમાં આ પુરાવો હશે તો જ મળશે સારવાર