ગણપતિ ઉત્સવ/ ભોપાલના મુર્તિકારનો અનોખો અંદાજ, ગાયના છાણમાંથી બનાવી ભગવાન ગણેશની મૂર્તિ

ગણપતિ ઉત્સવમાં વિવિધ થીમ પ્રમાણે ઉજવણી કરવામાં આવનાર છે.ખાસ કરીને માટીની ગણેશની મૂર્તિ તો લોકો લાવે જ છે.પરંતુ આ વખતે ગાયના છાણમાંથી બનાવેલ…

India
ગણેશની મૂર્તિ

આપના ભારત દેશમાં હિન્દુ રીતિ-રિવાજમાં ગાયને એક માતા તરીકે પૂજવામાં આવે છે અને તેના ગોબરની પૂજા થાય છે. જો કે આ વચ્ચે ગાયના ગોબરનું મહત્વ ત્યારે વધી જાય છે, જયારે એમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવે છે. જણાવી દઈએ કે, હાલમાં ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે અને તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે તમામ લોકો ઇચ્છતા હોય છે કે, તેઓના ઘરે બિરાજમાન થનારી ભગવાન ગણેશની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય અને એનાથી ગણપતિ બાપાના આશીર્વાદ મળે અને સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવામાં આવે.આ જ પ્રમાણે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મુર્તિકારે અનોખા અંદાજમાં ભગવાન ગણેશની મૂર્તિ બનાવી રહ્યા છે.ગણપતિ ઉત્સવમાં વિવિધ થીમ પ્રમાણે ઉજવણી કરવામાં આવનાર છે.ખાસ કરીને માટી ના  ગણપતિજી ની મૂર્તિ  તો લોકો લાવે જ છે.પરંતુ આ વખતે ગાયના છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ પણ ઘણા લોકોએ ખરીદી કરી હતી.

આ પણ વાંચો :ભાગવતજીના મુંબઈ પ્રવચનનો સૂર: રાષ્ટ્ર સર્વોપરી

હકીકતમાં, , ભોપાલની મૂર્તિકાર કાન્તા યાદવ આ વખતે ગાયના છાણમાંથી ભગવાનની ગણેશની મૂર્તિ બનાવે છે, જે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ છે. આ વિશે કાંતા યાદવ જણાવ્યું હતું કે, એક મૂર્તિ બનાવતા 8 દિવસ લાગે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી છે. આ મૂર્તિ બનાવ્યાનો વિડીયો જયારે તેઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ત્યારે બીજા રાજ્યોમાં પણ મૂર્તિનો ઓર્ડર મળવા લાગ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ગાયના છાણમાંથી બનાવેલી સામગ્રી પૂરી રીતે ઇકો ફ્રેન્ડલી છે, જેનાથી પ્રદુષણ પણ ફેલાતું નથી અને માટીમાં પણ તાત્કાલિક ભળી જવાથી ખાતરનું પણ કામ કરે છે.

આ પણ વાંચો :હવે હાઈવે પર ઉતરી શકશે વાયુસેનાનાં ફાઇટર વિમાનો, રાજનાથ સિંહે કર્યુ ‘ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ’નું ઉદ્ઘાટન

એક માન્યતા મુજબ, ગાયના છાણમાં માં લક્ષ્મીનો વાસ છે. પૌરાણિક કથાઓ અનુસાર, જયારેતમામ  દેવી દેવતા ગાયમાં વાસ કરતા હતા ત્યારે ગંગા અને પાર્વતીને આવામાં વિલંબ થઇ ગયો હતો. આ કારણે ગૌમૂત્ર અને ગોબર સિવાય તેઓ પાસે સ્થાન ન હતું. આ કારણે ગૌમૂત્રમાં ગંગા અને છાણમાં માં લક્ષ્મીનો નિવાસ થયો હતો.

આ પણ વાંચો :નેશનલ કોન્ફરન્સના નેતા ત્રિલોચન સિંહ વજીરનું થયું નિધન, ફ્લેટમાં મળ્યો મૃતદેહ

આ પણ વાંચો :AIIMS માં Nasal વેેક્સિનની જલ્દી જ શરૂ થઇ શકે છે ટ્રાયલ