બીમારી/ શાળાઓ ખુલતા જ બાળકો પડી રહ્યાં છે વારંવાર બીમાર, આ છે મોટું કારણ

એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નાના બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આવું કોઈ ખાસ સ્થળ કે વિસ્તારમાં નથી થઈ રહ્યું, અચાનક જ બાળકોના બીમાર પડવાના કેસ આખા દેશમાં વધી ગયા છે

Top Stories India
After the opening of the school, the cases of young children falling ill increased

કોરોના રોગચાળાને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.  શાળાઓમાં ફરી બાળકોની રોનક જોવા મળી રહી છે. આ સાથે એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નાના બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આવું કોઈ ખાસ સ્થળ કે વિસ્તારમાં નથી થઈ રહ્યું, અચાનક જ બાળકોના બીમાર પડવાના કેસ આખા દેશમાં વધી ગયા છે.  ડૉક્ટરોનું કહેવું છે કે આ માટે કોરોના વાયરસ સીધો જવાબદાર નથી. આ બાળકોની રોગપ્રતિકારક શક્તિને કારણે થઈ રહ્યું છે. લોકડાઉન અને કોરોના સમયે લાદવામાં આવેલા નિયંત્રણો દરમિયાન બાળકો મોટાભાગે ઘરોમાં જ રહેતા હતા અને હવે તેઓ બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, બાળકોના શરીરને બહારના વાતાવરણ સાથે સંતુલિત થવામાં સમય લાગી રહ્યો છે, જેના કારણે તેઓ વારંવાર બીમાર પડી રહ્યા છે.

ઘણા બાળ ચિકિત્સકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોમાં ઉધરસ, એલર્જી, વાઇરલ ઇન્ફેક્શન, પાણીજન્ય રોગો, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને પાચન સંબંધી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સમસ્યાઓ નાના બાળકોમાં વધુ જોવા મળી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે કોવિડ-19 મહામારીએ બાળકોના સ્વાસ્થ્ય પર ભારે અસર કરી છે.  કોરોનાના ડરથી લોકોએ તેમના બાળકોને લગભગ બે વર્ષથી વધુ બહાર જવા દીધા ન હતા. જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી છે. નાના બાળકો શાળાઓ, ઉદ્યાનો અને અન્ય ખુલ્લી જગ્યાઓમાં રમતી વખતે અથવા સામાજિકતા દરમિયાન ધૂળ, પરાગ, વાયરસ, બેક્ટેરિયા અને સૂક્ષ્મ કણોના સંપર્કમાં આવે છે. તેઓ શરીરની અંદર એન્ટિબોડીઝ બનાવે છે અને હાનિકારક વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બાળરોગ વિભાગના મુખ્ય નિર્દેશક ડૉ. કૃષ્ણા ચુગ કહે છે કે લોકડાઉન દરમિયાન અને ઘરમાં રહેવાથી બાળકોના શરીરને આ કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારવાની પ્રક્રિયામાંથી પસાર થવાની તક મળી ન હતી. હવે જ્યારે શાળાઓ ખુલી છે અને બાળકો બહાર છે, ત્યારે તેમના શરીર પર અચાનક આ વસ્તુઓનો હુમલો થાય છે અને તેઓ વારંવાર બીમાર પડી રહ્યાં છે. ઉદયપુરના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. આશિષ થિટે કહે છે કે આજકાલ 10માંથી 8 બાળકો તેમની ઓપીડીમાં આવી જ ફરિયાદો લઈને આવી રહ્યા છે, જ્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન આ કેસો ઘણા ઓછા હતા. નારાયણ હેલ્થ, અમદાવાદના બાળરોગ નિષ્ણાત ડૉ. ઉર્વશી રાણા પણ આવા કેસોમાં 15 ટકા સુધીના વધારાની વાત કરે છે. તેમણે કહે છે કે બીમાર પડવાની ફરિયાદો મોટા બાળકો કરતાં નાના બાળકોમાં વધુ જોવા મળે છે કારણ કે પુખ્ત વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોય છે. શાળાઓ ખોલવા ઉપરાંત ગરમીમાં વધારો અને લોકોની અચાનક બહાર નીકળવું પણ તેનું કારણ ગણી શકાય.

મુંબઈની SRCC ચિલ્ડ્રન હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુનુ ઉદાણી કહે છે કે બાળકોમાં નાની બિમારીઓના મોટા ભાગના કિસ્સામાં ચિંતા કરવાની કોઈ વાત નથી.  7 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વર્ષમાં 7-8 વખત વાયરલ ઇન્ફેક્શન થવું સામાન્ય છે. બાળકોમાં આવો ચેપ ઘણીવાર ગંભીર નથી હોતો. માત્ર થોડા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

આ પણ વાંચો: મહેસાણાના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત, સેલ્ફી લેવા જતા બની આ ઘટના

આ પણ વાંચો: 2026 સુધીમાં સુરતમાં બુલેટટ્રેન દોડશે : પહેલી ‘બુલેટ’ તો અમદાવાદને નામ

આ પણ વાંચો: ખંભાતમાં થયેલ હિંસાને લઈ આવ્યા મોટા સમાચાર, 3 મૌલવીએ રચ્યું હતું કાવતરૂં