Gujarat election 2022/ જૂનાગઢમાં અનોખો પ્રયોગઃ મતદાન સાથે હેલ્થ અને એનિમન હેલ્થ ચેક-અપ ફ્રી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જૂનાગઢમાં વધારે પ્રમાણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢજિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન ચેક-અપ કેન્દ્રો પણ ઊભા કર્યા છે.

Gujarat
Health checkup જૂનાગઢમાં અનોખો પ્રયોગઃ મતદાન સાથે હેલ્થ અને એનિમન હેલ્થ ચેક-અપ ફ્રી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જૂનાગઢમાં વધારે પ્રમાણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢજિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન ચેક-અપ કેન્દ્રો પણ ઊભા કર્યા છે. આના પગલે અહીં મતદાન કરવા આવનારનું હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ખેડૂતના પાલતુ પ્રાણીઓનું પણ વિના મૂલ્યે હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે. આવું કરનાર જૂનાગઢ જિલ્લો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે.

જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારીના નવીન પ્રયોગને બધા જોઈ રહ્યા છે અને વખાણી પણ રહ્યા છે. હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક અંગે જાણકારી આપતા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે મતદાન મથકમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેની સાથે તેમનું હેલ્થ ચેક-અપ પણ કરી શકે તે પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે.

મતદાન મથક ખાતે આરોગ્ય ચકાસણીની સાથે જરૂરી સારવાર મતદાતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સિવાય પોતાના પ્રાણીઓ ધરાવતા મતદારોને પણ તેમના પ્રાણીઓ જોડે લઈ આવવા કહેવાયું છે, જેના લીધે તેઓ મતદાન કરાવવા ઉપરાંત પ્રાણીઓની સારવાર પણ કરાવી શકે.

આ પણ વાંચોઃ

First phase polling/પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી 34.65 ટકા મતદાન, ભારે ઉત્સાહ મતદારોમાં

ગુજરાત ચૂંટણી 2022/આજે અમદાવાદમાં પીએમ મોદીનો 50 કિ.મી. લાંબો રોડ શો