Not Set/ જામનગરના એક કારખાનામાં અચાનક આવ્યો અતિ દુર્લભ સાપ, લોકોના ઉડ્યા હોશ

ધરતી પર મનુષ્યની સાથે સાથે અનેક વિવિધ જાતિઓના પશુ -પક્ષીઓ પણ વસવાટ કરે છે અને આ પશુપક્ષીઓમાં પણ અનેક પ્રકારની અલગ અલગ જાતના પ્રાણીઓ હોય છે,

Gujarat Others
A 13 જામનગરના એક કારખાનામાં અચાનક આવ્યો અતિ દુર્લભ સાપ, લોકોના ઉડ્યા હોશ

ધરતી પર મનુષ્યની સાથે સાથે અનેક વિવિધ જાતિઓના પશુ -પક્ષીઓ પણ વસવાટ કરે છે અને આ પશુપક્ષીઓમાં પણ અનેક પ્રકારની અલગ અલગ જાતના પ્રાણીઓ હોય છે, જેને જોઈને ક્યારેક લોકો ભયના માહોલ હેઠળ આવી જતા હોય છે. આ જ પ્રકારની એક ઘટના રાજ્યના જામનગરમાં બની છે, જ્યાં એક નવી જ જાતિનો સાપ મળ્યો છે.

મળતી માહિતી મુજબ, જામનગરના રામપર ગામ પાસે આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળ્યો હતો. ક્યારેય જોવા ન મળેલો સાપ જોઈ ફેક્ટરીમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો :ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

સાપની નવી પ્રજાતિ અંગેના જાણકાર મુજબ, જામનગરમાંથી આંશિક ઝેરી પટીત રેતીયો સાપ મળી આવ્યો હતો, જો કે આ અચાનક આવેલા સાપને વન વિભાગના સહયોગ થી સફળતાપૂર્વક બચાવ કરીને અને કુદરતના ખોળે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ કારખાનાના કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો :દાંતીવાડામાં બની આગની ભીષણ દુર્ઘટના, કેમિકલના ટેન્કર અને પોલીસ વાન વચ્ચે ટક્કર થતા 1નું મોત

આ સર્પ ખોરાકમાં ગરોળી, કાચિંડા, નાના જીવો ખાય છે. ઝારી-ઝાંખરા, ઘાસ, રેતાળ પ્રદેશ જેવી અનેક જગ્યાએ જોવા મળે છે. તેમજ 4થી 10 ઈંડા આપે છે. તથા મહત્તમ લંબાઈ 35 ઇંચ જેટલી હોય છે.છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ નિ:શુલ્ક સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.

આ પણ વાંચો :ધ્રાંગધ્રામાં આજથી રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ

kalmukho str 28 જામનગરના એક કારખાનામાં અચાનક આવ્યો અતિ દુર્લભ સાપ, લોકોના ઉડ્યા હોશ