ગમખ્વાર અકસ્માત/ હરિયાણામાં ટ્રકે એક આંદોલનકારી ખેડૂત મહિલાને કચડી નાંખતા અકસ્માતમાં 3નાં મોત

બહાદુરગઢ માં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી ટ્રકે આંદોલનકારી મહિલા ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે

Top Stories India
accident 5 હરિયાણામાં ટ્રકે એક આંદોલનકારી ખેડૂત મહિલાને કચડી નાંખતા અકસ્માતમાં 3નાં મોત

હરિયાણાના બહાદુરગઢ માં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી ટ્રકે આંદોલનકારી મહિલા ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ રસ્તાની વચ્ચે ડિવાઈડર પર બેસીને ઘરે જવા માટે ઓટોની રાહ જોઈ રહી હતી, ત્યારે એક ઝડપી ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી ત્રણેય મહિલાઓ વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ પૈકી બે મહિલાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  અકસ્માતમાં અન્ય ત્રણ મહિલાઓની હાલત અત્યંત ગંભીર છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના ઝજ્જર રોડ પર ફ્લાયઓવર નીચે બની હતી.

એવી પણ માહિતી મળી છે કે આંદોલનકારી મહિલા ખેડૂતો ઘરે જવા માટે ઓટોની રાહ જોઈ રહી હતી. આ મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી હતી. આ હાઇસ્પીડ ટ્રક ધૂળથી ભરેલી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો, જેની શોધખોળ ચાલુ છે.પોલીસે અકસ્માતન ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.