બનાસકાંઠા/ ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને જીપવચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત થયું

જેમાં  ઘટનાની જાણ  થતાં જ  108 એમ્બ્યુલન્સ વાન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Gujarat
Untitled 288 ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને જીપવચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત થયું

રાજયમાં  અકસમતના કેસો દિવસેને  દિવસે સતત વધતાં  જોવા મળી રહ્યા  છે .  ક્યારેક એટલા ભયાનક અકસ્માત હોય છે જેમાં  લોકોના મૃત્યુ પણ  થતાં હોય છે  ત્યારે એવી જ એક ઘટના આજે   સામે આવી જેમાં બનાસકાંઠામાં ધાનેરા પાસે આજે રિક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત થયો . જેમાં રીક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે રાહદારીઓના ટોળા જોવા ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો ;ri Lanka vs West Indies / મેચ દરમિયાન મોટી દુર્ઘટના, ખેલાડીને વાગ્યો બોલ, સ્ટ્રેચર પર લઇ જવાયો હોસ્પિટલ

ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું હતું. થરાદના સિધોત્રા ગામનો ઠાકોર પરિવાર પોતાની રિક્ષા લઈને ધાનેરાથી સરાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ જીપડાલા અને રિક્ષા સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષામાં બેઠેલ કંકુબેન ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો ;OMG! / આ હાઈવે પર અચાનક થવા લાગ્યો નોટોનો વરસાદ, જુઓ Video

જેમાં  ઘટનાની જાણ  થતાં જ  108 એમ્બ્યુલન્સ વાન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.