મધ્યપ્રદેશ/ જંગલમાં લાકડા લેવા ગયેલી મહિલાને મળ્યો હીરો, રાતોરાત બની ગઈ કરોડપતિ

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક મહિલા રસ્તા જઇ રહી હતી ત્યારે તેને લાખોની કિંમતનો અમુલ્ય પથ્થર મળ્યો. હકીકતમાં આદિવાસી મહિલા ગેંડાબાઈ લાકડા લેવા જંગલમાં ગઈ હતી. રસ્તામાં તેને 4 કેરેટનો 39 સેન્ટનો અમૂલ્ય હીરો મળ્યો

Top Stories India
7 4 8 જંગલમાં લાકડા લેવા ગયેલી મહિલાને મળ્યો હીરો, રાતોરાત બની ગઈ કરોડપતિ

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક મહિલા રસ્તા જઇ રહી હતી ત્યારે તેને લાખોની કિંમતનો અમુલ્ય પથ્થર મળ્યો. હકીકતમાં આદિવાસી મહિલા ગેંડાબાઈ લાકડા લેવા જંગલમાં ગઈ હતી. રસ્તામાં તેને 4 કેરેટનો 39 સેન્ટનો અમૂલ્ય હીરો મળ્યો, જે તેણે હીરાની ઓફિસમાં જમા કરાવ્યો. આ હીરાની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. હાલમાં આ હીરાની બોલી લગાવવામાં આવી છે.

ગેંડા બાઈ પન્ના નગરના પુરુષોત્તમપુરના વોર્ડ નંબર-27ની રહેવાસી છે. તે બુધવારે સવારે રાબેતા મુજબ લાકડા લેવા જંગલમાં ગયા હતા. જ્યાં રસ્તામાં તેણે એક ચમકતો પથ્થર જોયો. તેણે ઘરે આવીને તેના પતિને તે પથ્થર બતાવ્યો. પહેલા તો પતિ-પત્નીને આ ચળકતો પથ્થર શું છે તે ખબર જ ન પડી. માટે તેઓ સીધા હીરાની ઓફીસે ગયા.

હીરાના જાણકાર અનુપમ સિંહે ચમકતા પથ્થરને જોઈને કહ્યું કે આ કોઈ નાનો પથ્થર નથી, પરંતુ કિંમતી હીરો છે. તેનું વજન 4 કેરેટ 39 સેન્ટ છે. આ હીરા મળ્યા બાદ આદિવાસી પરિવાર ઘણો ખુશ છે.

ગેંડાબાઈ કહે છે કે ઘરની હાલત ખૂબ જ નબળી છે. લાકડા વેચીને અને મજુરી કરીને ઘરનો ખર્ચો પૂરો થતો હતો. ચાર પુત્ર અને બે પુત્રી ના લગ્ન કરાવવાના છે.  હવે હીરામાંથી મળેલી રકમથી દીકરીઓના લગ્ન કરાવીશું અને ઘર પણ બનાવીશું. ગેંડાબાઈના પતિએ કહ્યું કે પત્નીને હીરો મળતા તે ખૂબ જ ખુશ છે. અમે ઓફિસમાં હીરો જમા કરાવ્યો છે.

જયારે આ મામલે હીરાના જાણકાર અનુપમ સિંહે જણાવ્યું કે ગેંડા બાઈને જે હીરો મળ્યો છે તેને હવે  બિડિંગ માટે મૂકવામાં આવશે.