આતંકી હુમલો/ શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો એક જવાન ઇજાગ્રસ્ત

સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના જિલ્લાના સનત નગર વિસ્તારમાં સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો

Top Stories
grened jawan શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો એક જવાન ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટના પ્રતિદિવસ વધી રહી છે પાકિસ્તાન તેની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યો ,સ્વતંત્રતા દિવસના પર્વના એક દિવસ પહેલા સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના જિલ્લાના સનત નગર વિસ્તારમાં સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કર્યો  હતો ,આ હુમલામાં એક જવાન ઘાયલ થઇ ગયા હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ આપરેશન ચાલુ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં એક જવાન અને બે નાગરિકો ઘાયલ થયા હતા,ઇજાગ્રત થયેલા જવાન હેડ કોન્સટેબલ છે .આતંકવાદી હુમલા બાદ સુરક્ષાકર્મીઓ એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું .આતંકવાદીઓએ એસબીઆઇ બેંકની પાસે તૈનાત સુરક્ષાદળો ની ટીમને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.તેમનો નિશાન ચૂંક થતાં ગ્રેનેડ સડક પર બ્લાસ્ટ થયો હતો. આ પહેલા રાજોરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં 7 લોકો ઘાયલ થયા હતા જેમાં બે વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.