Not Set/ અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે

Top Stories India
2 30 અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શનિવારે બની હતી. સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગના વટનાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે સચોટ માહિતી મળી હતી.

માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આતંકીઓ પર કાર્યવાહી કરતા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો. બંને વચ્ચે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોનું કહેવું છે કે અહીં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.

આ પહેલા 14 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે આ અથડામણ સાથે જોડાયેલી અન્ય એક ઘટનામાં સેનાના બે જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનોના ઘાયલ થવાની માહિતી સામે આવી છે.