રાજકોટ/ નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મળી ગુપ્ત બેઠક, કઈ પાર્ટીમાં જોડાશે ?

નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ગતરોજ શનિવારે બંધ બારણે આશરે ત્રણ કલાક સુધી બેઠક થઈ હતી. જેમાં રાજકીય અને ગુજરાત ચૂંટણી અંગે ચર્ચા  થવાની શક્યતા જોઈ શકાય છે. 

Top Stories Gujarat
easter 1 1 નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મળી ગુપ્ત બેઠક, કઈ પાર્ટીમાં જોડાશે ?
  • રાજકોટઃ નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મળી બેઠક
  • રાજકોટમાં કોઈ ગુપ્ત સ્થાને મળી બેઠક
  • આશરે 3 કલાક સુધી ચાલી બેઠક
  • બેઠકમાં રાજકારણ અને ચૂંટણી અંગે ચર્ચા થયાની શક્યતા
  • નરેશ પટેલ અને હાર્દિક પટેલની યોજાઇ ગુપ્ત બેઠક

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને લઈ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલના પાર્ટી વિરુધ્ધ નિવેદનો, હાર્દિકના કોંગ્રેસ છોડવાના સંકેતો તરીકે જોવામાં આવી રહ્યા છે. તો સાથે હાર્દિક પટેલને ભાજપ તરફથી પણ પાર્ટી જોઇન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આપ નેતા તફથી પણ હાર્દિક અને નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે.  તો બીજી બાજુ નરેશ પણ કોંગ્રેસમાં જોડાવા અંગે જાહેરાત થઈ છે. પરંતુ હજુ સુધી જોડાયા નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે  નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ગતરોજ શનિવારે બંધ બારણે આશરે ત્રણ કલાક સુધી બેઠક થઈ હતી. જેમાં રાજકીય અને ગુજરાત ચૂંટણી અંગે ચર્ચા  થવાની શક્યતા જોઈ શકાય છે.

હાર્દિક પટેલે નરેશ પટેલ વચ્ચે યોજાયેલી બેઠક રાજકીય વર્તૂળોમાં  કયા સમીકરણો ઉપર ચર્ચા થઈ હશે તેવી અનેક અટકળો ને જન્મ આપી રહી છે.  અત્રે ઉલીખનીય છે કે અગાઉ હાર્દિક પટેલ દ્વારા જ નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાહતા. પરંતુ હાલમાં હાર્દિક જ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે આ બેઠકને લઈ સવાલો છે કે, હાર્દિકે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે ?

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે. હાર્દિક પટેલના આપમાં જોડાવાની અટકળો અને ભાજપમાં જવાના સંકેતો દેખાઇ રહ્યા છે. હાર્દિકે પીએમ મોદીના ટ્ટિટને રિટ્ટિટ કરીને અનેક સવાલોને જન્મ આપ્યો છે. રામનવમીના દિવસે પીએમ મોદીના ટ્વિટ પર હાર્દિકે “જય સરદાર” લખ્યું હતું.  આ ઉપરાંત PM દ્વારા અનાવરણ કરાયેલી પ્રતિમાની તસવીરો હાર્દિકે સોશિયલ મીડિયામાં મુકી હતી.

તો દાહોદના કોંગ્રેસના આદિવાસી કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. તો બધુમાં કોંગ્રેસમાં પોતાની અવગણના કરવામાં આવે છે. તેવું પણ હાર્દિક જાહેરમાં કહી ચૂક્યો છે. ત્યારે હાર્દિક કોંગ્રેસ છોડશે તો ક્યાં જશે તેવી અટકળો તેજ બની છે.

આસ્થા / એપ્રિલ અને જુલાઈ વચ્ચે લગ્ન માટે મહત્તમ શુભ મુહૂર્ત, મેમાં સૌથી મુહૂર્ત