America/ અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગ, પેટના ભાગે ગોળી વાગી

અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 05T105144.133 અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગ, પેટના ભાગે ગોળી વાગી

અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો છે. લૂંટના ઇરાદે અજાણ્યા વક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર હુમલો કર્યો.

માહિતી અનુસાર,અમેરિકાના ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘર આંગણે જ અજાણ્યા વક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. ઉજાસ ઘણા સમયથી અમેરિકામાં પરિવાર સાથે રહે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો. વાલપરાઈસોમાં એક સાર્વજનિક જીમમાં 24 વર્ષીય હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે વરુણને જીમના મંદિરમાં ચાકુ ઘા માયરા હતાં. હાલ આ વિધાર્થીની હાલત ગંભીર છે.


આ પણ વાંચો: Virat Kohli/ ભારત-દ.આફ્રિકા મેચ પહેલા કોહલીના ફેન્સ માટે માઠા સમાચાર

આ પણ વાંચો: Caught Cheating/ ABVPનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

આ પણ વાંચો: GPS Tracker/ જેલમાંથી છૂટતાની સાથે જ આતંકી પગમાં પહેરવામાં આવી ‘પાયલ’!!