Not Set/ આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે,ચૂંટણી અધિનિયમમાં ચાર સુધારા કરાશે!

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા ચૂંટણી સુધારા લાવવા જઈ રહી છે. ચૂંટણી પંચની ભલામણોના આધારે ચૂંટણી અધિનિયમમાં ચાર મોટા સુધારા કરવામાં આવશે.

Top Stories India
AAAAAAAAAAAA આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે,ચૂંટણી અધિનિયમમાં ચાર સુધારા કરાશે!

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા ચૂંટણી સુધારા લાવવા જઈ રહી છે. ચૂંટણી પંચની ભલામણોના આધારે ચૂંટણી અધિનિયમમાં ચાર મોટા સુધારા કરવામાં આવશે. પાન-આધાર લિંકિંગની જેમ, આધાર કાર્ડને મતદાર ID એટલે કે મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઈ સૌથી મહત્વપૂર્ણ રહેશે.

આ સિવાય મતદાર યાદીમાં સુધારો કરવા, મતદાન પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ બનાવવા, ચૂંટણી પંચને વધુ સત્તાઓ આપવા જેવા પગલાં લેવામાં આવશે. આધારને વોટર આઈડી સાથે લિંક કરવાથી ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડની હેરાફેરી અટકશે. આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રહેશે, સુપ્રીમ કોર્ટના ગોપનીયતાના અધિકારના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણી સુધારણા અંગેના તેના પાઇલોટ પ્રોજેક્ટના ખૂબ જ સકારાત્મક પરિણામો આવ્યા છે અને તે સફળ રહ્યું છે. આનાથી ડુપ્લીકેટ મતદાર ઓળખકાર્ડની સમસ્યા દૂર થશે અને મતદાર યાદીઓ બનાવવાની પ્રક્રિયા પણ મજબૂત બનશે.

આ ઉપરાંત અન્ય એક મોટો સુધારો મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે વર્ષમાં ચાર વખત તક આપવાનો રહેશે. હાલમાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની કટ ઓફ ડેટ 1 જાન્યુઆરી છે.