Not Set/ આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લીધા, પરસ્પર સંમતિથી છૂટા થયા

જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા   આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે

Top Stories Entertainment
Untitled 17 આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લીધા, પરસ્પર સંમતિથી છૂટા થયા

બોલીવુડ માં છુટાછેડા અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે  ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા   આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે.

આમીર ખાને પહેલા રીના દત્તા સાથે 18 એપ્રિલ, 1986ના રોજ લગ્ન કર્યાં હતાં. તે લગ્નથી તેમને દીકરો જુનૈદ અને દીકરી ઇરા છે. બંનેએ 2002માં ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ  તેમણે આમિર ખાન અને કિરણ રાવે 28 ડિસેમ્બર, 2005ના રોજ લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન બંનેને એક પુત્ર આઝાદ પણ છે.  મળતી માહિતી મુજબ  તે મના વચે ઘણા સમય થી મનદુખ અમુક વાત ને લઈને ચાલી રહ્યું હતું . જેમનો  ઉભરો  આવતા  તે લોકોએ  લગ્નના 15 વર્ષે  છુટાછેડા  લીધા .

આમિર અને કિરણે તેમના નિવેદનમાં કહ્યું કે, “15 વર્ષોની આપણી સુંદર મુસાફરીમાં આપણે જીવનભરનો અનુભવ, આનંદ અને ખુશી મળીને અનુભવી છે. આપણો સંબંધ ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે. હવે આપણે આપણા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. હવે પતિ અને પત્ની તરીકે નહીં પણ એક બીજાના સહ-માતા-પિતા અને પરિવાર સાથે.
https://twitter.com/ANI/status/1411208010051907589?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1411208010051907589%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Asrcdoc