Photos/ આમિર ખાનની દીકરી આયરાએ કરી ઈદની ઉજવણી, ડીપ બ્લાઉઝમાં બોલ્ડનેસની હદ વટાવી

સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને પણ તેની ઈદની ઉજવણીની ઝલક ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે શેર કરી છે. ઈરાએ તેના મિત્રો અને બોયફ્રેન્ડ સાથે…

Trending Photo Gallery
ઈદની ઉજવણી

સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન તેની શાનદાર લાઈફસ્ટાઈલ માટે ફેમસ છે. ઈરા ખાન અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી હોય છે, પરંતુ ઈરાએ ઈદના અવસર પર બોયફ્રેન્ડ સાથેની કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેના પછી તેની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલિવૂડ સેલેબ્સમાં પણ તેની ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી. હવે તમામ સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને પણ તેની ઈદની ઉજવણીની ઝલક ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે શેર કરી છે. ઈરાએ તેના મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઈદ મનાવી, હવે તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

હંમેશની જેમ ઈદ પર પણ ઈરા તેના બોયફ્રેન્ડની બાહોમાં ખૂબ જ રોમેન્ટિક કોઝી સ્ટાઈલમાં જોવા મળી હતી. તસવીરોમાં આમિરનો ભત્રીજો ઈમરાન ખાન પણ જોવા મળ્યો હતો, જેને જોઈને ચાહકો ચોંકી ગયા હતા અને તેઓ અત્યાર સુધી ક્યાં હતો તે અંગે સવાલો પૂછવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈમરાન લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી અને લાઈમલાઈટથી પણ દૂર રહે છે. અચાનક આમિરની દીકરીની ઈદ પાર્ટીમાં તેને જોઈને બધા ચોંકી ગયા. જે તસવીરો સામે આવી છે તેમાં તેને ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યો છે. તો ઘણા લોકોએ ઇરાની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.