stay/ AAPનાં ધારાસભ્ય સોમનાથ ભારતીની બે વર્ષની કેદ પર કોર્ટનો સ્ટે

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના કર્મચારીઓ પર હુમલો કરવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં આપના ધારાસભ્ય સોમનાથ ભારતીની બે વર્ષની

India
somanath AAPનાં ધારાસભ્ય સોમનાથ ભારતીની બે વર્ષની કેદ પર કોર્ટનો સ્ટે

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના કર્મચારીઓ પર હુમલો કરવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં આપના ધારાસભ્ય સોમનાથ ભારતીની બે વર્ષની કેદની સજાને કોર્ટે સ્થગિત કરી હતી. કોર્ટે ફરિયાદી પક્ષને આ મામલે જવાબ માંગવા નોટિસ ફટકારી છે. સજા સામે સોમનાથ ભારતીએ અપીલ કરી છે.

સોમનાથ ભારતીએ કરેલી અપીલ સ્વીકારીને વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલે કહ્યું કે આ અપીલનો નિકાલ કરવામાં સમય લાગશે, તેથી તેઓની સજાને હાલ સ્થગિત કરવામાં આવે છે.  20,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને સમાન રકમની જામીન ભરવા સાથે કોર્ટે ભારતીને જામીન પણ આપી દીધા છે.

કોર્ટે આ કેસમાં ફરિયાદીને નોટિસ ફટકારી છે અને અરજીને કેમ સ્વીકારવી નહીં તે સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલાની સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરી છે. ભારતી તરફે વકીલ એમ. ઇર્શાદે દલીલ કરી હતી કે તેમનો ક્લાયંટ સારો નેતા છે અને ફોન પર ફરિયાદો સાંભળીને લોકોને રાહત આપે છે. તેના અસીલને રાજકીય ષડયંત્ર હેઠળ નકલી કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમજ સંબંધિત ન્યાયાધીશે તથ્યોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યા વિના સજા ફટકારી છે.

23 જાન્યુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવીન્દ્રકુમાર પાંડેએ ભારતીને આઈપીસીની કલમ 323, 353, 143 અને કલમ 3 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, ઉપરાંત બે વર્ષ કેદની સજા પણ કરી હતી. સાથે જ 1 લાખ બે હજાર રૂપિયાનોં દંડ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ 2016 નો કિસ્સો છે. 9 સપ્ટેમ્બર, 2016 ના રોજ હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં એઈમ્સના મુખ્ય સુરક્ષા અધિકારી દ્વારા વર્તમાન કેસમાં ‘આપ’ ધારાસભ્ય સોમનાથ ભારતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરક્ષા અધિકારીએ આરોપ લગાવ્યો છે કે ભારતીએ તેમના 300 જેટલા સમર્થકો સાથે સ્થળ પર પહોંચીને ત્યાં બનાવેલ દિવાલ તોડી નાખી અને હંગામો મચાવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…