By Election/ #ચૂંટણીચક્રવ્યૂહ/ ઉમેદવારો માટે અબડાસાના મતદારોની ‘નો’ રીપીટ થીયરી

અબડાસાની બેઠક પર અવાર–નવાર પૂનરાવર્તન થતું રહે છે઼ આ બેઠકના મતદારોએ ઉમેદવાર માટે નો રીપીટ થીયરી અપનાવી છે.  જયારે પક્ષો ને રિપીટ કર્યા છે ગુજરાતમાં એક નંબરની આ બેઠક પર બીજીવાર ચૂંટણી લડનારા દરેક ઉમેદવારની હાર થઇ છે.

Gujarat Mantavya Vishesh Politics
bhajap

પક્ષ પલ્ટુઓને જાકારો આપવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ગુજરાત વિધાનસભાના મતવિસ્તારની યાદીમાં જેને નંબર–૧નું સ્થાન અપાયું છે,  જો કે આ તો એબીસીડી પ્રમાણે છે પરંતુ લખપત અબડાસા અને નખત્રાણા તાલુકાનો બનેલો અને ર૦૧૭ની મતદાર યાદી પ્રમાણે 2,૨૩,૭૦૫  મતદારો ધરવતો આ મતવિસ્તાર રાજયમાં આગવું સ્થાન ધરાવે છે.

ગુજરાત રાજયની સ્થાપના બાદ ૧૯૬૨માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં આ બેઠક પર સ્વતંત્ર પક્ષ જીત્યો હતો. ત્યારબાદ ૧૯૬૭માં આ બેઠક કોંગ્રેસે મેળવી હતી. તો ૧૯૭૨, ૧૯૭૫, 1980,અને ૧૯૮૫ માં આ બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી. જયારે ૧૯૯૦માં  આ બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તો ૧૯૯૫માં ફરી  આ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. તો ૧૯૯૮માં  ફરી આ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. જયારે ૨૦૦૨મ ભાજપે આ બેઠક મેળવી હતી.

Setback to BJP in Gujarat as Congress sweeps Amul Dairy polls

સાથે ર૦૦૭માં પણ જાળવી હતી઼.  ર૦૧રમાં કોંગ્રેસે જીત મેળવી હતી તો ર૦૧૪ની પેટાચૂંટણી અને ર૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં પણ  કોંગ્રેસની જીત થઇ હતી. આ બેઠક પર એક વખત સ્વતંત્ર પક્ષ અને ત્રણ વાર ભાજપ અને ૯ વાર કોંગ્રેસે જીત મેળવી છે.

૧૯૬૨મ જીત મેળવેલા પક્ષનું નિશાન તારો તારો હતું. ૧૯૬૭માંબે બળદની જોડી ૧૯૭૨ અને ૧૯૭૫મ ગાય અને વાછરડું, 1980 અને ૧૯૮૫માં  પંજો , ૧૯૯૦માં કમળ ૧૯૯૫ અને ૧૯૯૮ માં પંજો ૨૦૦૨ અને ૨૦૦૭માં કમળના નિશાન ઉપર ચૂંટણી જીત્ય હતા. જયારે 2012, 2014 અને ૨૦૧૭ની  ચૂંટણીમાં પંજાની જીત થઇ હતી.

ALL IS NOT WELL WITHIN CONGRESS

ર૦૧રમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા છબીલભા઼ઈ પટેલે રાજીનામુ આપતા ખાલી પડેલી આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં છબીલભા઼ઈ ભાજપની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા પણ કોંગ્ર્રેસના રાષ્ટ્રીય નેતા શકિતસિંહ ગોહિલ સામે હારી ગયા હતા઼.

Sleight of hand or Slay of Hand - NewsAbode

ઘણા લોકો જેને રાજકીય અંધશ્રધ્ધા પણ કહે છે તેવી ઘટનાનું અબડાસાની બેઠક પર અવાર–નવાર પૂનરાવર્તન થતું રહે છે઼ આ બેઠકના મતદારોએ ઉમેદવાર માટે નો રીપીટ થીયરી અપનાવી છે.  જયારે પક્ષો ને રિપીટ કર્યા છે ગુજરાતમાં એક નંબરની આ બેઠક પર બીજીવાર ચૂંટણી લડનારા દરેક ઉમેદવારની હાર થઇ છે. બીજીવાર કો઼ઈ  આગેવાનને ધારાસભ્ય બનવાની અબડાસા મત વિસ્તારના મતદારોએ તક આપી નથી઼

ALL IS NOT WELL WITHIN CONGRESS

આ થીયરી વિગતવાર જો઼એ તો ૧૯૭પમાં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનેલા મહેશ ઠકકર 1980 અને ૧૯૯૦ ની ચૂંટણીમાં હારી ગયા હતા જયારે ૧૯૯૦માં ધારાસભ્ય બનેલા ભાજપના મોભી તારાચંદ છેડા ૧૯૯૫ માં પરાજિત થયા હતા.  ર૦૦રમાં ધારાસભ્ય બનેલા ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા ૨૦૦૭મ હાર્યા હતા. ૨૦૦૭માં  ચૂંટાયેલા ભાજપના જયંતિભાનું  ભાનુશાળી હાર્યા હતા઼ ર૦૧રની ચૂંટણી ફરીવાર લડતા હાર્યા હતા.  જયારે ર૦૧રમાં જીતેલા છબીલભાઈ પટેલ ર૦૧૪ની પેટા ચૂંટણી અને ર૦૧૭ની ચૂંટણી હાર્યા હતા઼ જો કે દરેક કિસ્સામાં પક્ષ રિપીટ થયો છે. પણ ઉમેદવાર રિપીટ થયા નથી઼

Poll Diary: BJP fields an extra candidate each in Gujarat, MP and Rajasthan

આ બેઠકની બીજી વાસ્તવિકતા એ છેકે પક્ષપલ્ટો કરનારા કો઼ઈ આગેવાનને આ વિસ્તારના  મતદારોએ કયારેય જીતાડયા નથી. ૧૯૭૫માં કોંગ્રેસની ટિકિટ પર વિજેતા  બનેલા મહેશ ઠકકર ૧૯૮૦માં જનતા પાર્ટીની ટિકિટ પર અને ૧૯૮૫માં ફરી પાછા કોંગ્રેસની ટિકિટ પર લડયા.  ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા નરેન્દ્રસિંહ જાડેજા ભજપ છોડી ર૦૦૭માં કોંગ્રેસનો ખેસ પહેરતા પરાજિત થયા હતા઼ જયારે ર૦૧રમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતેલા છબીલભાઈ  પટેલ ર૦૧૪ની પેટાચૂંટણી અને ર૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા પરાજય પામ્યા હતા. આમ અબડાસાના મતદારોએ પક્ષ પલતું કરવાવાળા નેતાઓને ઘરે બેસાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.