બોલિવૂડ/ પ્રતિક ગાંધી બાદ હર્ષદમહેતાની ભૂમિકા Bigbullમાં ભજવશે અભિષેક બચ્ચન, ટીઝર થયું રિલીઝ

શેરબજારમાં ગુજરાતના બબ્બર શેર એટલે કે હર્ષદ મહેતા, વર્ષો પહેલા તેમણે શેરબજારમાં આચરેલા મસમોટા કૌભાંડને ફિલ્મી પડદા પર એક ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી એ ભજવી અને રાતોરાત લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ત્યારે

Trending Entertainment
big bull પ્રતિક ગાંધી બાદ હર્ષદમહેતાની ભૂમિકા Bigbullમાં ભજવશે અભિષેક બચ્ચન, ટીઝર થયું રિલીઝ

શેરબજારમાં ગુજરાતના બબ્બર શેર એટલે કે હર્ષદ મહેતા, વર્ષોપહેલા 1992માં તેમણે શેરબજારમાં આચરેલા મસમોટા કૌભાંડને “સ્કેમ 1992″માંફિલ્મી પડદા પર એક ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી એ ભજવી અને રાતોરાત લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ત્યારે હવે તે જ હર્ષદ મહેતાની ભૂમિકામાં અભિષેક બચ્ચન જોવા મળશે.અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ “ધ બિગ બુલ”નું ટીઝર આજે રિલીઝ થયું. એક નજરમાં આ ટીઝર રસપ્રદ લાગી રહ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગણે ટીઝર રિલીઝ કરતી વખતે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ધ બિગ બુલનું ટ્રેલર 19 માર્ચના રોજ ડિઝની  પ્લસ VIP અને ડિઝની પ્લસ હોટસ્ટાર મલ્ટીપ્લેક્સ પર રિલીઝ કરાશે.

આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે અજય દેવગન હોય ત્યારે તેના ટીઝરમાં ખાસ પંચલાઈન ન હોય તો જ નવાઈની વાત કહેવાય. પોતાના દમદાર અવાજ આપી અને સત્તાવાર રીતે અજય દેવગને આર્ટીઝન અંગે ટ્વિટ કર્યું છે.છોટે ઘરો મે પેદા હોને વાલો કો અક્સર બડે સપને દેખને સે મના કરતી હૈ દુનિયા….ઈસ લિયે ઉસને અપની દુનિયા ખડી કર દી…ધ બિગ બુલ…મધર ઓફ ઓલ સ્કેમ્સ….ફિલ્મના ટીઝરની શરૂઆત અજય દેવગણના આ દમદાર વોઈસથી થાય છે. ટીઝરમાં અભિષેક બચ્ચનની હળવી ઝલક જોવા મળે છે. ટીઝર જોઈને કહાનીનો અંદાજો લગાવી શકાય છે કે તે કોઈ નાના ઘરમાં જન્મેલી વ્યક્તિની કહાની છે. જે બાદમાં મોટી હસ્તી બને છે. રિયલ એસ્ટેટની કહાની જણાવતી આ ફિલ્મમાં આખરે શું રસપ્રદ છે તે તો ફિલ્મ આવ્યા બાદ જ ખબર પડશે.