TRP ગેમિંગઝોન અગ્નિકાંડ/ કોઈએ પોતાના વ્હાલસોયા ખોયા તો કોઈએ પોતાના ઘરના મોભી,આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ સંભળાવી આપવીતી

રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું જાણવા મળ્યું છે. લાશ્કરોને તપાસ કરતા માલૂમ પડ્યું કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Trending
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 26T105935.435 કોઈએ પોતાના વ્હાલસોયા ખોયા તો કોઈએ પોતાના ઘરના મોભી,આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ સંભળાવી આપવીતી

રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું  સામે આવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યું  કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ત્યારે આ કાળમુખો શનિવાર ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બની ગયો છે.શનિવાર સાંજ જાણે કાલ લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક 35ને પાર પહોંચી ગયો છે. જેમાં  મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. ત્યારે હવે આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ આ  ભયાનક દુર્નીઘટનાની  આપવીતી વિશે માહિતી આપી છે.

આ ઘટનાનું વર્ણન કરતાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે ‘અમે થોડા સમય પહેલા જ ગેમ ઝોનની અંદર પહોંચ્યા હતા.ત્યારે  મારી સાથે મારા ત્રણ મિત્રો પણ હતા. આ ગેમ ઝોનની અંદર ભારે ભીડ હતી. અહી પહેલા માળે અમારી સાથે 100 કરતા પણ વધુ લોકો હતા જ્યારે એટલા જ લોકો નીચે હતા. અમે પહેલા કઈ રમત રમવી એ વિચારી રહ્યા હતા ત્યારે ત્યાંના સ્ટાફે અમને ઝડપથી નીચે આવવા કહ્યું હતું. ત્યારબાદ અચાનક દોડો, દોડો, આગ લાગી એવો અવાજ સાંભળવા મળ્યો હતો.’

‘અમને લાગ્યું કે આ નાની આગ હશે, પરંતુ થોડીવારમાં જ તે બધે ફેલાઈ ગઈ હતી અને ચારે બાજુ ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. બધા બહાર નીકળવવા માટે એક્ઝિટ ગેટ તરફ દોડ્યા હતા.લોકો પોતાનો જીવ બચાવવા માટે એકબીજાને કચડીને આગળ નીકળવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ  અફસોસ આ ગેમ ઝોનમાં એક પણ ઈમરજન્સી એક્ઝિટ ન હતી, જેના કારણે એક જ ગેટ પર ભારે ભીડ એક્ઠી થઈ ગઈ હતી.’

લોકો બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા,ગેમ ઝોનની અંદર, મારા મિત્રો સાથે, અન્ય લોકો પણ જીવ બચાવવા ગેટ તરફ દોડ્યા, પરંતુ એક જ ગેટ હોવાથી ત્યાં ભારે ભીડ થઇ ગઈ હતી. મારા બંને મિત્રો આ ભીડમાં ફસાઈ ગયા. ત્યાં સુધીમાં આગ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પાસે પણ ફેલાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, મેં વિચાર્યું કે હવે હું બહાર નહીં જઈ શકું. અને હું મૃત્યુને પ્રાપ્ત થઈસ.પરંતુ મૃત્યુ પામવા કરતાં બચવાનો પ્રયાસ કરવો એ વધુ યોગ્ય હતું. જ્યારે હું આ વિચારી રહ્યો હતો ત્યારે અંદર દરેક જગ્યાએ આગ લાગેલી હતી. ઘણા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પરંતુ કોઈને બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. આ આગમાંથી જે બહાર નીકળવાનો રસ્તો હતો એ એટલો સાંકડો હતો કે એક જ સમયે ઘણા લોકોનું એકજ સાથે તેમાંથી પસાર થવું અશક્ય હતું. પરંતુ હું ગમે તેમ કરીને હાથ પગ મારીને બહાર નીકળી ગયો અને મારો જીવ બચી ગયો પરંતુ મારા બે મીત્રો હજુપણ ગુમ છે, અને હું મારા મીત્રોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ અગ્નિકાંડ  ખૂબ જ ભયાવહ હતો.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ

આ પણ વાંચો: TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 24 જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ