આક્ષેપ/ TMC અને કોંગ્રેસ વચ્ચેના અણબનાવ વધ્યા, અભિષેક બેનર્જીએ લગાવ્યા આ આરોપ

કોંગ્રેસ પર સતત નિશાન સાધતી તૃણમૂલ કોંગ્રેસે હવે તેના પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે, આજે સંસદભવનમાં યોજાયેલી TMC સંસદીય દળની બેઠકમાં પાર્ટીના મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું

Top Stories India
2 1 1 TMC અને કોંગ્રેસ વચ્ચેના અણબનાવ વધ્યા, અભિષેક બેનર્જીએ લગાવ્યા આ આરોપ

કોંગ્રેસ પર સતત નિશાન સાધતી તૃણમૂલ કોંગ્રેસે હવે તેના પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. આજે સંસદભવનમાં યોજાયેલી TMC સંસદીય દળની બેઠકમાં પાર્ટીના મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પાર્ટીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ પાર્ટીની સંસદીય દળની બેઠકમાં વિપક્ષી એકતા તોડવાના આરોપ પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો.

બેનર્જીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ બંગાળમાં ટીએમસી સામે ચૂંટણી લડી ત્યારે કોઈએ વિપક્ષી એકતાનો પ્રશ્ન ઉઠાવ્યો ન હતો અને હવે જ્યારે ટીએમસી ગોવા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે પાર્ટી પર વિપક્ષની એકતા તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

પાર્ટી વિપક્ષી એકતાની તરફેણ કરે છે પરંતુ કોંગ્રેસથી અલગ રસ્તો અપનાવશે. ગોવા અને ત્રિપુરા બાદ પાર્ટી ક્યાંથી ચૂંટણી લડવી તે નક્કી કરશે. ટીએમસીના આરોપો બાદ કોંગ્રેસ પણ પાછળ રહી નથી. પાર્ટીએ મમતા બેનર્જી પર ભાજપ સાથે સમાધાન કરીને વિપક્ષની એકતા તોડવાનો આરોપ લગાવ્યો. લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ  યાદ અપાવ્યું કે નંદીગ્રામમાં ચૂંટણી લડતી વખતે મમતા બેનર્જીએ પોતે જ ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને વિપક્ષી એકતાની હિમાયત કરી હતી. સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના થોડા દિવસો પહેલા જ દિલ્હી આવેલી મમતા બેનર્જીની મુલાકાત બાદથી TMC અને કોંગ્રેસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેની અસર આ સત્રમાં પણ જોવા મળી રહી છે જ્યાં મોટા ભાગના મામલાઓમાં ટીએમસી કોંગ્રેસ સાથે ઉભી જોવા મળી નથી