બોલિવૂડ/ “તુજે ભૂલના તો ચાહા”ના સુંદર ટ્રેક સાથે અભિષેકસિંહનું કમબેક

આઈએએસ અધિકારી અને મલ્ટિ-ટેલેન્ટેડ કલાકાર અભિષેક સિંહ નું ઝુબિન નૌટિયાલના અવાજમાં ‘તુઝે ભૂલતે તો ચાહા’ નામનુ  નવું  સોન્ગ   આવી રહ્યું છે . જેમાં અભિષેકનો ડેબ્યુ મ્યુઝિક એલ્બમ દિલ ટોડ કે ની  ભવ્ય સફળતા બાદ અભિષેક સિંહ નિર્માતાઓ માટે પસંદ બની ગયા છે. અભિષેક તેના નવા સોન્ગ સાથે ફરી એક વાર રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. […]

Entertainment
Untitled 1 1 "તુજે ભૂલના તો ચાહા"ના સુંદર ટ્રેક સાથે અભિષેકસિંહનું કમબેક

આઈએએસ અધિકારી અને મલ્ટિ-ટેલેન્ટેડ કલાકાર અભિષેક સિંહ નું ઝુબિન નૌટિયાલના અવાજમાં ‘તુઝે ભૂલતે તો ચાહા’ નામનુ  નવું  સોન્ગ   આવી રહ્યું છે . જેમાં અભિષેકનો ડેબ્યુ મ્યુઝિક એલ્બમ દિલ ટોડ કે ની  ભવ્ય સફળતા બાદ અભિષેક સિંહ નિર્માતાઓ માટે પસંદ બની ગયા છે. અભિષેક તેના નવા સોન્ગ સાથે ફરી એક વાર રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. સોન્ગ વિડિઓ ના લોંચના એક કલાકની અંદરજ  તેના  હાલ્ફ મિલિયન વ્યૂઝ જોવા મળ્યા હતા .

આજ ના દિવસે   જમ્મુ અને કાશ્મીરના માનનીય ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંધુ દ્વારા કશ્મિરમાં આ  સોન્ગનું લોંચ થયું છે. આ સોન્ગને ગુલમર્ગની ખુબસુરતીમાં ફિલ્માવવામાં આવ્યું છે. આ  લોકેશન ખૂબ જ સારું છે જેમાં આપણને  સોન્ગને  વધુ  આકર્ષક  બનાવવાનું કામ કરે છે.અભિષેક સિંહની શાનદાર સ્ક્રીન એક શક્તિશાળી અને ભાવનાત્મક દ્રશ્ય નું નિર્માણ કરે છે, જે તમામ સંગીત પ્રેમીઓને આકર્ષિત કરવા માટે પર્યાપ્ત છે.

આઈએએસ અધિકારી અભિષેકસિંહે શેર કર્યું, “ઝુબિન દ્વારા ગવાયેલા સુંદર ગીતનો ભાગ બનીને  મને આનંદ થાય છે, ઝુબિન તેમના મનોરંજક ગાયન માટે જાણીતા છે. તેના અગાઉના આલ્બમની સફળતા પછી, મને ઘણા પ્રોજેક્ટ્સની  ઑફર્સ મળી હતી, પરંતુ ‘તુઝે ભૂલ તો ચાહા’ એ મારું ધ્યાન ખેંચ્યું. દરેક પ્રોજેક્ટ કે જેનો હું ભાગ છું, તેમાં એક વિશેષ સંદેશ હોવો જોઈએ   જે આ ગીત માં  જોવા  મળી રહ્યો  છે . તેઓ આશા  રાખે  છે કે ફરીવાર  તેઓ  ચાર્ટમાં ટોચ પર આવશે. “