રાજકોટ/ ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે નામનાં મોબાઇલનાા શો-રૂમમાં 100 જેટલા ફોનની ચોરી

શાતીર ચોરોએ સૌ પ્રથમ અંદર ધુસી સીસી ટીવીના ડીવીઆર ચોરી કર્યા હતા અને બાદ મોબાઇલના બોકસમાંથી મોબાઇલ કાઢી ઉઠાવી ગયા હતા.

Gujarat Rajkot
Untitled 45 ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે નામનાં મોબાઇલનાા શો-રૂમમાં 100 જેટલા ફોનની ચોરી

રાજયમાં દિવાળીનો તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે.   ચારેબાજુ લોકો  અને લોકો ખરીદી કરવા માટે પડા પડી કરી રહ્યા છે. ત્યારે તેવામાં  ત્યારે તહેવારોના લાભ ઉઠાવી જાણે તસ્કરો બેફાર્મ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરમાં ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે નામનાં મોબાઇલનાા શો-રૂમમાં રાત્રીના સમયે તસ્કરોએ ધુસી આશરે 100 જેટલા વધુ મોંધા ફોન ચોરી ગયા હતા અને સાથે 2.50 લાખ જેવી રોકડ પણ ઉઠાવી ગયા છે. બનાવની જાણ પોલીસને થતાં ડીસીપી ઝોન-ર એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો ;નવી દિલ્હી / દિલ્હી પોલીસ દ્વારા ડ્રગ રેકેટનો પર્દાફાશ! 18 કરોડના હેરોઈન સાથે બેની ધરપકડ

આ અંગે મળતી વિગતો મુજબ શહેરમાં ગોંડલ રોડ પર આવેલ ફોનવાલે મોબાઇલ શો રૂમમાં રાત્રીના સમયે તસ્કરોએ ઉપરના ભાગે પીઓપી તોડી અંદર ધુસી આશરે 100 જેવા મોબાઇલની ચોરી કરી છે.ઉપરાંત 2.50લાખ જેવી રોકડ પણ ચોરો ઉઠાવી ગયા હતા. શાતીર ચોરોએ સૌ પ્રથમ અંદર ધુસી સીસી ટીવીના ડીવીઆર ચોરી કર્યા હતા અને બાદ મોબાઇલના બોકસમાંથી મોબાઇલ કાઢી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે માલવીયા પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ડીસીપી ઝોન-ર અને એસીપી સહીતના અધિકારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

કર્મચારીઓ સવારે આવી શો-રૂમ ખોલ્યો ત્યારે ચોરી અંગે જાણ થતાં બનાવની પોલીસમાં જાણ કરી હતી. હાલ માલવીયા પોલીસે આસપાસનાં સીસી ટીવી કુટેજ આધારે ચોરની ઓળખ મેળવવા અંગેવધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી  મળતી માહીતી મુજબ તસ્કરોએ બાજુમાં આવેલા મોબાઇલ શો રૂમ પણ ચોરીનાો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કંઇપણ ચોરી થયું ન હતું.

આ પણ વાંચો ;દિવાળી પહેલા ગીફ્ટ / સરકાર દ્વારા રાજ્યના જોઈન્ટ કમીશનરોની બદલી કરાઈ