Gujarat Election/ સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે, જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
13 11 સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે, જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાંથી મોટા સમાચરા સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી  થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની સભામાં ખુરશીઓ ઉછળતા મામલો તંગ બન્યો હતો. જે પછી આપની સપાથી નજીક જ ભાજપની કામરેજ વિધાનસભામાં કાર્યાલય પર લોકોએ તોડફોડ કરી હતી. બબાલ થતા પોલીસે એક વ્યક્તિને ડિટેઈન કરી લેતા ટોળું વધુ ઉગ્ર બન્યું હતું. ઘટનામાં ઘણા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. આ મારામારી વખતે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

સુરતમાં સરથાણાના યોગી ચોક પાસે ભાજપના કાર્યકરો સામ સામે થઈ ગયા છે. એક બીજા પર છુટ્ટા પથ્થર મારવામાં આવ્યા હતા. ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે ભાજપના એક કાર્યકરને પણ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સુરતની મારામારીની ઘટના પછી એક વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાતો વ્યક્તિ અજય શિરોયા હોવાની વિગતો મળી રહી છે