Not Set/ ACB ટ્રેપ/ જામનગરનાં GPCB ક્લાસ વન ઓફિસ પાસેથી મળી 1.27 કરોડની બેનામી સંપત્તિ

પાંચ દિવસ પૂર્વે ACBના સપાટામાં આબાદ રીતે ઝડપાયેલા જામનગરનાં ક્લાસ વન ઓફિસ પાસેથી તપાસમાં અધધધ બેનામી સંપત્તિ મળી આવી છે. જી હા, પાંચ દિવસ અગાઉ રૂ. 5 લાખ રોકડા સાથે અમદાવાદથી ઝડપાયેલા કલાસ વન ઓફિસર ભાયા સુતરેજા સામે ACB બેનામી સંપત્તિ મામલે તપાસ કરી રહી છે. અને કલાસ વન ઓફિસર ભાયા સુતરેજા પાસેથી ACB તપાસમાં અધધધ 1.27 કરોડની બેનામી સંપત્તિ મળી […]

Gujarat Others
8f03462ee9ed580b30139699c8af37f6 ACB ટ્રેપ/ જામનગરનાં GPCB ક્લાસ વન ઓફિસ પાસેથી મળી 1.27 કરોડની બેનામી સંપત્તિ

પાંચ દિવસ પૂર્વે ACBના સપાટામાં આબાદ રીતે ઝડપાયેલા જામનગરનાં ક્લાસ વન ઓફિસ પાસેથી તપાસમાં અધધધ બેનામી સંપત્તિ મળી આવી છે. જી હા, પાંચ દિવસ અગાઉ રૂ. 5 લાખ રોકડા સાથે અમદાવાદથી ઝડપાયેલા કલાસ વન ઓફિસર ભાયા સુતરેજા સામે ACB બેનામી સંપત્તિ મામલે તપાસ કરી રહી છે. અને કલાસ વન ઓફિસર ભાયા સુતરેજા પાસેથી ACB તપાસમાં અધધધ 1.27 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે. 

કલાસ વન ઓફિસર ભાયા સુતરેજા પાસેથી જામનગર 1.27 કરોડની બેનામી સંપત્તિનો પર્દાફાશ થતા સરકારી કર્મચારી અને ખાસ કરીને લાંચ્યા રાજાઓમાં ખડભડાટ મચી ગયો છે. તોડબાજ કલાસ વન ઓફિસર ભાયા સુતરેજાનાં બે બેંક લોકરોમાંથી દાગીના અને રોકડ મળી સહિતની રૂ.1.27 કરોડની માલમતા મળી આવતા ચકચાર છે, તો ગાંધીનગર ACBએ સુતરેજા સામે આ મામલે પણ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ફરજ બજાવતા અને પરિવાર સાથે અમદાવાદમાં રહેતા તોડબાજ કલાસ વન ઓફિસર ભાયા સુતરેજાની ACB દ્વારા બાતમીનાં આધારે પાંચ દિવસ પહેલા ઝડતી લેવામાં આવી હતી અને 10 જૂલાઇએ બેગની તપાસ દરમિયાન રૂ.5 લાખ મળ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews