Corruption/ ACBનો સપાટો : SMCના ડેપ્યુટી TDO સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસનો ધમધમાટ

રાજ્યમાં એક તરફ સામાન્ય જનતા ટ્રાફિક નિયમન પાલન અને માસ્ક નહિ પહેરવા બદલ જ્યાં મોટા પ્રમાણમાં દંડની વસૂલાત થાય છે ત્યાં રાજ્યના પોલીસ અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.એક તરફ

Gujarat
surat palika T ACBનો સપાટો : SMCના ડેપ્યુટી TDO સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસનો ધમધમાટ

રાજ્યમાં એક તરફ સામાન્ય જનતા પાસે ટ્રાફિક નિયમન પાલન અને માસ્ક નહિ પહેરવા બદલ જ્યાં મોટા પ્રમાણમાં દંડની વસૂલાત થાય છે ત્યાં રાજ્યના  અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.એક તરફ ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર કે. રાજેશે સામે ACBમાં વધુ એક અરજી અંતર્ગત રોગી કલ્યાણ ફંડના 32 લાખના ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો હતો, તો વધુ એક સરકારી બાબુનું નામ આવક કરતાં વધારે સંપત્તિ હેઠળ સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી TDO તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઈ સામે અમદાવાદ ACBએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિજય દેસાઈ હાલમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજવે છે.

acb ACBનો સપાટો : SMCના ડેપ્યુટી TDO સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસનો ધમધમાટ

છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. તે અરજીના આધારે વડી કચેરીના આદેશ અન્વયે અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.

Agitation / રાજકોટ રેલવે ડિવિઝન કચેરીમાં હંગામો, પડતર પ્રશ્નોને લઇને આંદોલન બન્યું ઉગ્ર

ACBની તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે, તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી. જેથી ACB તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે. તેની જાણ આજે પાલિકાના અધિકારીઓને થતાં તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ, આ શહેરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવાયુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…