Covid-19/ કોરોનાની ગતિમાં જનતા જ લાવી શકશે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

દુનિયાભરમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat Others
Mantavya 30 કોરોનાની ગતિમાં જનતા જ લાવી શકશે ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 451
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 269482
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 328
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 262815
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2258

દુનિયાભરમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. ત્યારે ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જે આંકડા થોડા દિવસો પહેલા ઓછા દેખાઇ રહ્યા હતા તે હવે ધીમે ધીમે વધી રહ્યા છે. આવુ જ કઇક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં કોરોનાનાં કેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીટાણે વધી ગયા છે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ, આ શહેરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવાયુ

જી હા, ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં હવે ધીમે ધીમે વધારો જોવો મળી રહ્યો છે. કોરોનાનાં આંકડા વધતા હવે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. ગુજરાતમાંમાં કોરોના મહામારીનાં સંક્રમણમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે વધ્યો છે. જેથી હાલ એવું કહી શકાય કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ મોકલી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થતાં જ ગુજરાતમાં રોજે રોજ કોરોનાનાં દૈનિક કેસોમાં ઉછાળો નોધાઈ રહ્યો છે.

Crime: સુરતમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકીનો ભોગ, તબિયત લથડતા વાલી ડોક્ટર પાસે નહી ભુવા પાસેે લઇ ગયા

આજે શનિવારે છેલ્લા 24 કલાકમાં નવી સપાટી સાથે 451 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જો કે તે ગઇ કાલ કરતા 9 કેસ ઓછા છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,69,482 એ પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને મ્હાત આપવાનો દર 97.57 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 2,62,815 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વળી રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,258 પર પહોંચી ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ