ગુજરાત/ બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

લીંબડી-રાજકોટ હાઇવે ઉપર બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others
Untitled 99 બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી-રાજકોટ હાઇવે ઉપર બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Untitled 100 બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

બેદરકારી: અમદાવાદમા રામોલ વિસ્તારમા રાષ્ટીઁય પક્ષી મોરની સારવાર માટે બેદરકાર બન્યું જંગલ ખાતું

લીંબડી-રાજકોટ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો સામે આવે છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત લીંબડી-રાજકોટ હાઇવે પર બનવા પામ્યો હતો. જેમાં લીંબડીના બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Untitled 102 બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

કલેકટરને મોટી સફળતા: રાજકોટમાં ઓક્સિજનની અછત સ્વપ્ન બની જશે, રશિયાનો ઓક્સિજન પ્લાન્ટ સિવિલમાં સ્થપાશે

આ અકસ્માતના ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

kalmukho str 23 બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત