ગમખ્વાર અકસ્માત/ ગોવિદપુરા પાસે ટ્રેલરે બાઇકને અડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સહીત બેના મોત

બોડેલી થી મોટા સીમેન્ટના પાઇપો ભરીને સુરત તરફ જઇ રહેલા ટ્રેલરે બોડેલી ના ગોવિદપુરા ગામ પાસે એક બાઇકને અડફેટે લેતા એક યુવક તેમજ ત્રણ વર્ષ ના બાળક નુ કરુણ મોત નિપજ્યુ છે. 

Gujarat Others
abhay bhardvaj 14 ગોવિદપુરા પાસે ટ્રેલરે બાઇકને અડફેટે લેતા ત્રણ વર્ષના બાળક સહીત બેના મોત

@ સુલેમાન ખત્રી, બોડેલી છોટાઉદેપુર

બોડેલી થી મોટા સીમેન્ટના પાઇપો ભરીને સુરત તરફ જઇ રહેલા ટ્રેલરે બોડેલી ના ગોવિદપુરા ગામ પાસે એક બાઇકને અડફેટે લેતા એક યુવક તેમજ ત્રણ વર્ષ ના બાળક નુ કરુણ મોત નિપજ્યુ છે.

છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ના ગણેશવડ ગામે રહેતા બે મિત્રો ખોડીયા તરફ કામ અર્થે ગયા હતા ત્યારે ગોવિદપુરા ગામ પાસે એક મોટા પાઈપ ભરીને માતેલા સાંઢ ની માફક આવતા ટ્રેલરે બાઇક ને અડફેટે લઇ ખાડા મા ઉતરી પડી હતી.  આ ગંભીર અકસ્માત મા એક યુવક શનાભાઈ રઘાભાઈ તડવી ઉ.વ 30 તથા અંકુશભાઈ સંજયભાઈ નાયક ઉ.વ 3 ના બાળકનુ નુ કરુણ મોત નિપજ્યુ અકસ્માત મા સંજયભાઈ અર્જુનભાઈ નાયક ઉ.વ 25 ને ગંભીર ઇજા ઓ પહોચતા તેને 108 દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

બોડેલી રાજપીપલા ના મેઇન હાઇવે રોડ પર અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોચી જઇ ટ્રાફીક હળવો કર્યો હતો જ્યારે ઘટના સ્થળે પહોચી આવેલી બોડેલી પોલીસે એક યુવક તેમજ ત્રણ વર્ષ ના બાળક ને પોષ્ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.