ડિફોલ્ટર્સ/ નાદારીના આરે ઉભેલ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની વધુ એક કંપની ડિફોલ્ટ જાહેર

ભારતીય ઉદ્યોગ જગતના માધાંતા મુકેશ અંબાણીના ભાઈ અને નાદારીના આરે ઉભેલ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની વધુ કંપની લોન ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ છે.

Top Stories Business
anil ambani

ભારતીય ઉદ્યોગ જગતના માધાંતા મુકેશ અંબાણીના ભાઈ અને નાદારીના આરે ઉભેલ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની વધુ કંપની લોન ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ છે. આ વખતે રિલાયન્સ કેપિટલે એચડીએફસી અને એક્સિસ બેંક પાસેથી લીધેલી 690 કરોડ રૂપિયાની લોનના વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ હોવાની માહિતી બહાર આવી હતી.

રિલાયન્સ કેપિટલ કંપનીએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારી એસેટ્સ વેચવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી અમે લોનના હપ્તા ભરી શકવામાં સક્ષમ નથી. રિલાયન્સ કેપિટલે એચડીએફસી- એક્સિસ બેંકની લોનની ચૂકવણીમાં ડિફોલ્ટ થયા હોવાની જાહેરાત કરી છે. ગત સોમવારે કંપનીએ આ બાબતની જાણ ભારતીય શેરબજારને કરી હતી.

ઉલ્લેખનિય છે કે રિલાયન્સ કેપિટલ દ્વારા ચાલુ વર્ષે 31મી ઓક્ટોબરના અંત સુધીમાં HDFCને 4.77 કરોડ અને એક્સિસ બેંકને 71 કરોડના વ્યાજની ચૂકવણી બાકી છે. અલબત્ત સૌથી મોટી વાત એ છે કે, રિલાયન્સ કેપિટલે લોનની મૂળભૂત રકમ ચૂકવાઇ ગઇ હોવાનો દાવો પણ કર્યો હતો. કંપનીના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટ ઉપરાંત ડેટ રિકવરી ટ્રાઇબ્યુનલે અમારા એસેટ્સ વેચવાના કાર્યને એટકાવી દીધું હોવાથી અમે વ્યાજના હપ્તા ચૂકવી શકતા નથી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…