Not Set/ સુરત: આદિવાસી બાળકોની હોસ્ટલના ડિમોલીશનનો વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી કર્યો વિરોધ

સુરત શહેરના પુણા વિસ્તારમાં આદિવાસી બાળકોની સરકારી હોસ્ટેલમાં મનપા દ્વારા દબાણની કામગીરીના પગલે મેડિક્લનાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો અને વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ કર્યો હતો. મનપા તંત્ર હોસ્ટેલ ખાતે દબાણ દૂર કરવા ગઈ હતી. હોસ્ટેલને બચાવવા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવો કર્યા હતા. આ બનાવને પગલે પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્તળ […]

Top Stories Gujarat Surat Others
srt demolition virodha સુરત: આદિવાસી બાળકોની હોસ્ટલના ડિમોલીશનનો વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી કર્યો વિરોધ

સુરત શહેરના પુણા વિસ્તારમાં આદિવાસી બાળકોની સરકારી હોસ્ટેલમાં મનપા દ્વારા દબાણની કામગીરીના પગલે મેડિક્લનાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો અને વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ કર્યો હતો. મનપા તંત્ર હોસ્ટેલ ખાતે દબાણ દૂર કરવા ગઈ હતી. હોસ્ટેલને બચાવવા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવો કર્યા હતા. આ બનાવને પગલે પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્તળ પર દોડી ગઈ હતી. કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ મનપા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

srt demolition virodha1 સુરત: આદિવાસી બાળકોની હોસ્ટલના ડિમોલીશનનો વિદ્યાર્થીઓએ રામધુન બોલાવી કર્યો વિરોધ

સુરત smc દ્રારા પુણા માં આવેલ આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત આદિવાસી બાળકોની હોસ્ટેલ ખાતે ડીમોલેશન કરવા જતાં હોબાળો જોવા મળ્યો હતો. વિધાર્થીઓ રામધૂન બોલાવી દેખાવ કર્યો અમારી હોસ્ટેલ બચાવવા ગમેં તે કરીશું તેવા વિધાર્થીઓ દ્રારા પોસ્ટર લઈ ને રામધુનમાં બેસી જવામાં આવ્યું હતું. તો સાથે સાથે  Obc નેતા મનુભાઈ ચાવડા ગાંધી ચિધ્યા માર્ગે વિધાર્થીઓની સાથે જ રામઘૂન પર બેસી ગયા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સુરત મહા નગરપાલિકાએ ડીમોલેશનનો પ્રયાસ કર્યોનો મનુભાઈ ચાવડા દ્રારા આક્ષેપ કરી ભારે વિરોધ કરવામા આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.