Not Set/ સુલતાનપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત

કપડવંજ નિરમાલી રોડ પર સુલતાન પુર પાટિયા પાસે પિઆગો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે.

Gujarat Others
સુલતાનપુર
  • કપડવંજના સુલતાનપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 3 વ્યક્તિના મોત,2 વ્યક્તિ ઈજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખાતે ખસેડાયા
  • પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં એક બાદ એક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ કોરોના કેર વર્તાઇ રહ્યો છે. તો બીજી બાજુ માર્ગ અકસ્માતને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. માર્ગ અકસ્માતની ઘટનામાં મોટાભાગે કોઈ બીજાની બેદરકારીનો માસૂમ લોકો ભોગ બનતા હોય છે. ત્યારે આવામાં કપડવંજના સુલતાનપુર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :ભાજપના ધારાસભ્ય પર કોરોનાનો કેર, એક જ દિવસમાં આ બે નેતા થયા પોઝિટિવ

કપડવંજ નિરમાલી રોડ પર સુલતાન પુર પાટિયા પાસે પિઆગો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, લીમખેડા ઝાલોદ હાઈવે પર મોટા હાથીધરા નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે તિર્થ ઇન્ટરનેશનલ સ્કુલ લીમખેડામાં અભ્યાસ કરી ચાલીને પરત ઘરે જતી બે વિધાર્થિનીઓને અડફેટે લેતા મોત નીપજ્યા છે. ટ્રકે બાઈકને ટક્કર મારી રાહદારી બે વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા બંન્નેના મોત નીપજ્યા છે.

આ પણ વાંચો :અમિત શાહ આવશે બે દિવસ ગુજરાતની મુલાકાત, જૈવિક ખેતીને લગતા કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો :  નર્મદા કેનાલમાં ડૂબી રહેલા ભાઈને બચાવવા જતાં નાની બહેન પણ પાણીમાં થઈ ગરકાવ

આ પણ વાંચો : ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત, થયા હોમ આઇસોલેટ

આ પણ વાંચો :વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ