સુરત/ પાલ-ઉમરા બ્રિજ પર અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહે દંપતીને ઈકો કારે લીધા અડફેટે: પતિનું મોત

પત્ની શોભનાબેન સાથે મોપેડ લઈ વેસુ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. તેઓ પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતા હતા.

Gujarat Surat
અકસ્માત

રાજ્યમાં એક પછી એક અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડથી વેસુ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મોપેડ લઈ જતા દંપતીને પાલ-ઉમરા બ્રિજ પર કાર ચાલકે અડફેટમાં લેતા આધેડ રત્નકલાકારનું મોત નિપજ્યું હતું. તેઓ તેમની પત્ની શોભા ઘોઘારી સાથે વેસુ પાસે તેમના જ પરિવારમાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા, ત્યારે પાલ ઉમરા બ્રિજ પર આ અકસ્માત નડ્યો હતો. જોકે આ ઘટના થતા જ લગ્નનું પ્રસંગ માતમમાં ફેરવાયને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

વેડ રોડની શિવધારા સોસાયટી ખાતે રહેતા મહેશભાઈ રાજભાઈ ઘોઘારી(46) હીરાના કારખાનામાં કામ કરે છે. ગુરૂવારે સાંજે તેઓ તેમની પત્ની શોભનાબેન સાથે મોપેડ લઈ વેસુ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. તેઓ પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતા હતા. ઇકોચાલક ઉમરાથી પાલ જતો હતો અને મોપેડધારક પાલથી ઉમરા તરફ આવતો હતો.

બ્રિજ પર ફિલ્મી ઢબે અકસ્માત

ડિવાઇડર કૂદીને કારચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી રોંગસાઇડમાં ધસી આવતા મોપેડચાલક દંપતીને અડફેટમાં લીધું હતું.મહેશભાઈ અને તેમના પત્ની શોભનાબેન ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મહેશભાઈનું મોત નીપજ્યું હતું.

પાલ ઉમરા બ્રિજ પર ગોઝારો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, બરોડા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે સાડા 6 વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટેલર અથડાતા 2ના કરૂણ મોત થયા છે. અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે સાડા છ કલાકે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે. અકસ્માતના કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.  એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા લોખંડના રોડ ભરેલ આઇસરને હટાવવાની કામગીરીના પગલે  લાંબો સમય સુધી ટ્રાફિક  જામ રહ્યો હતો. સવારે 9 કલાકે અતિ વ્યસ્ત રહેતા એક્સપ્રેસ હાઇવે ઉપર અમદાવાદ તરફના માર્ગે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા આઇસર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, આ કેસમાં થયા નિર્દોષ જાહેર

આ પણ વાંચો:CM ગેહલોતે વિધાનસભામાં વાંચવાનું શરૂ કર્યું જૂના વર્ષનું બજેટ, સાથી મંત્રીએ ટોક્યા, વિપક્ષે કર્યો હોબાળો

આ પણ વાંચો:લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની પસંદગીનો હક જતો કરવા અજાણ્યાએ કર્યું એવું કે…પછી