ગમખ્વાર અકસ્માત/ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા, 3નાં મોત થયા

રાજય માં  કોરોના કેસ હવે ધીમે ધીમે  ઘટતા જોવા મળી   રહ્યા છે .ત્યારે બીજી બાજુ અકસ્માત,લૂટ,,આગ જેવા બનાવો પણ  વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે ગઈ કાલ રાતે  અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો.  જેમાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. […]

Gujarat Vadodara
Untitled 197 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા, 3નાં મોત થયા

રાજય માં  કોરોના કેસ હવે ધીમે ધીમે  ઘટતા જોવા મળી   રહ્યા છે .ત્યારે બીજી બાજુ અકસ્માત,લૂટ,,આગ જેવા બનાવો પણ  વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે ગઈ કાલ રાતે  અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો.  જેમાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. અને 16 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી  મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારનાં 19 વ્યક્તિઓ તુફાન જીપમાં મોરબી મજુરી કામ અર્થે જઇ રહ્યા હતા. જેમાં તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. જેમાં પાંચથી છ બાળકો પણ હતા. દરમિયાન મધરાતે એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ નજીક આગળ જઇ રહેલી ટ્રકમાં શ્રમજીવીઓ સવાર તુફાન જીપ ધડાકા સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા.

નોધનીય છે કે અકસ્માતના પગલે 16 લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. તમામને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.   મહત્વનું  એ પણ છે કે હજુ 2 દિવસ પહેલા જ ભાવનગર ના  પરિવારને અકસ્માત નડ્યાની ઘટનાને શાહી સુકાઇ નથી  ત્યારે  ફરી એકવાર અકસ્માત  સર્જાયો હતો. અકસ્માતને લીધે થોડા સમય માટે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો  હોવાનું જાણવા મળ્યું હતું .