Not Set/ અકસ્માત/ સુરત નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન, એકનું ઘટના સ્થળે મોત

ગુજરાતમાં અકસ્માતનાં પ્રમાણમાં ઉતરો ઉત્તર વધારો જોવામાં આવી રહ્યો છે. રોજ બરોજ રાજ્યમાં કોઇને કોઇ અકસ્માત નોંધવામાં આવે છે. અને અકસ્માતમાં પણ હિટ એન્જ રનનું પ્રમાણ ચિંતા જનક રીતે વધતુ જોવમાં આવી રહ્યું છે. બેજવાબદાર વાહન ચાલકો, પોતાના અતી બેજવાબદારી યુક્ત ડ્રાઇવિંગના કારણે અકસ્માતતો સર્જે જ છે, પરંતુ હદ તો ત્યાં છે કે અકસ્માત સર્જીયા […]

Gujarat Surat
accident અકસ્માત/ સુરત નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રન, એકનું ઘટના સ્થળે મોત

ગુજરાતમાં અકસ્માતનાં પ્રમાણમાં ઉતરો ઉત્તર વધારો જોવામાં આવી રહ્યો છે. રોજ બરોજ રાજ્યમાં કોઇને કોઇ અકસ્માત નોંધવામાં આવે છે. અને અકસ્માતમાં પણ હિટ એન્જ રનનું પ્રમાણ ચિંતા જનક રીતે વધતુ જોવમાં આવી રહ્યું છે. બેજવાબદાર વાહન ચાલકો, પોતાના અતી બેજવાબદારી યુક્ત ડ્રાઇવિંગના કારણે અકસ્માતતો સર્જે જ છે, પરંતુ હદ તો ત્યાં છે કે અકસ્માત સર્જીયા બાદ સામેવાળાનું શું થયું તે જાણવાની માણસાઇ પણ બતાવ્યા વિના ઘટના સ્થળેથી ભાગી જાય છે.

ક્યારેક અકસ્માત સર્જનારાની આ કાયરતાને કારણે કોઇની બચી શકતી જીંદગી પણ બચાવી શકાતી નથી. આવી જે એક હિટ એન્ડ રનની ઘટના સુરતમાં સામે આવી છે.

જી હા, સુરતના પીપોદરા નજીક અમદાવાદ થી મુંબઈ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી. જેથી રાહદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઇ ગયો હતો. જેને પકડવા માટે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ત્યારે કહી શકાય કે ફરી સુરત ના પીપોદરા નજીક નેશનલ હાઈવે 48 ઉપર હિટ એન્ડ રનમાં બેજવાબદાર વાહન ચાલક અકસ્માત સર્જીને સામેવાળાને મદદ માટે આવવાની જગ્યાએ ત્યાથી પલાયન થઇ જતા માનવતાનું પણ મૃત્યુ થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.