Not Set/ ગુપ્તાનાં કહેવા પ્રમાણે અમદાવાદમાં બેડની કમી નથી, તો શહેરના દર્દીને પહેલા આણંદ – હવે ખેડા કેમ મોકલાય છે ?

ગુપ્તાનાં કહેવા પ્રમાણે અમદાવાદમાં બેડની કમી નથી, તો શહેરના દર્દીને પહેલા આણંદ – હવે ખેડા કેમ મોકલાય છે ? તંત્ર સજ્જ છે અને તમામ પિસ્થિતિને પહોંચીવડવા માટે તૈયાર છે તો આવું કેમ ? કઇક તો ગરબડ છે જ…

Top Stories Ahmedabad Gujarat
nitin patel 17 ગુપ્તાનાં કહેવા પ્રમાણે અમદાવાદમાં બેડની કમી નથી, તો શહેરના દર્દીને પહેલા આણંદ - હવે ખેડા કેમ મોકલાય છે ?

અધિક મુખ્ય સચિવ ગુપ્તાનાં કહેવા પ્રમાણે અમદાવાદમાં બેડની કમી નથી, તો શહેરના દર્દીને પહેલા આણંદ – હવે ખેડા કેમ મોકલાય છે ? તંત્ર સજ્જ છે અને તમામ પિસ્થિતિને પહોંચીવડવા માટે તૈયાર છે તો આવું કેમ ? કઇક તો ગરબડ છે જ…

અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કોરોના વિસ્ફોટને લઇને નિવેદન આપતા કહ્યું કે, તહેવારોના કારણે સંક્રમણ વધ્યુ છે, તે હકીકત છે. ત્યારે હવે 108 અને 104 સેવામાં તેમજ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરાયો છે. મનપાના 25 તબીબ 108 સેવામાં કાર્યરત છે. લોકોની સુખાકારી માટે 108 અને 104 સેવાના સઘન બનાવા સુચન આપી દેવામાં આવી છે. અમદાવાદ માટે 104ની સેવામાં 160 એમ્બ્યુલન્સ છે. 2 દિવસમાં 1300 જેટલા બેડ વધારાયા છે.  હજુ પણ બેડની સંખ્યા વધારાશે. વડીલ સુખાકારી સેવા શરૂ કરનાર AMC દેશમાં પ્રથમ છે.

આ પણ જુઓ – 108 હેડક્વાર્ટર મુલાકાત બાદ શું કહ્યું ડો. રાજીવ ગુપ્તાએ ?

રાજીવ ગુપ્તા – અમદાવાદમાં બેડની તકલીફ નથી

કરમસદમાં અમદાવાદના દર્દીને મોકલવા અંગે વાત કરતા ગુપ્તાએ કહ્યુ કે, હાલની સ્થિતિને જોતા લાંભા – નારોલના દર્દીને કરમસદ અને આણંદ મોકલીએ છીએ. રાજીવ ગુપ્તાનાં કહેવા પ્રમાણે અમદાવાદમાં બેડની તકલીફ નથી. લાંભાના દર્દીઓને આણંદ નજીક પડે એટલે આણંદ મોકલાયા છે. સાથે સાથે SVPમાં 300 બેડ વધારાના શરૂ કરાશે.

લોકોના સહકારથી અઠવાડીયામાં બધુ કન્ટ્રોલમાં આવી જશે – ગુપ્તા

દિલ્હીમાં ભારત, અને આખી દુનિયામાં કેસ વધ્યા છે. ભારતના કોઈપણ શહેરમાં અમદાવાદ જેવી સુવિધા નથી. કેસ માત્ર અમદાવાદમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વધ્યા છે. લોકો સહકાર આપશે તો એક અઠવાડિયામાં બધું કન્ટ્રોલમાં આવી જશે. કરફ્યુ અંગે રાજીવ ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું કે, કરફ્યુ દૂર કરવા અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે.

આ પણ જુઓ – ડો.રાજીવ ગુપ્તાનું કરફ્યૂ અંગે મોટું નિવેદન

અમદાવાદથી આણંદ ગયેલા દર્દીઓએ તંત્રની કામગીરી પર અસંતોષ

અમદાવાદ શહેરમાં કોવિડ-19ના કેસો દિવસે-દિવસે વધી રહ્યાં છે. આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદથી આણંદ ગયેલા દર્દીઓએ તંત્રની કામગીરી પર અસંતોષ દર્શાવ્યો છે. પીડિત દર્દીએ કહ્યું કે, અમદાવાદમાં કોરોના વાયરસની યોગ્ય સુવિધા ના મળવાના કારણે અસંતુષ્ટ છીએ. તેમણે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર સવાલો ઉઠાવ્યાં છે. અમદાવાદમાં યોગ્ય સારવાર ના મળતા તેઓ આણંદ ગયા છે.

દર્દીઓને હવે આણંદ બાદ ખેડા સિવિલમાં લઇ જવાયા

એક તરફ  કહેવાય છે કે, અમદાવાદમાં બેડની કમી નથી અને બીજી તરફ અમદાવાદનાં દર્દીઓને આણંદ લઇ જાવામાં આવી રહ્યા હતા. હવે તેમા પણ ફેરફાર જોવામાં આવી રહ્યો છે. હવે અમદાવાદ સિવિલનાં  પોઝીટીવ દર્દીઓને આણંદ બાદ ખેડા સિવિલમાં લઇ જવાય રહ્યા છે. જી હા, કોરોના પોઝીટીવ 9 દર્દીને ખેડા સિવિલમાં દાખલ કરાયા છે. ત્યારે શું અમદાવાદમાં બેડ ખૂટી પડ્યા ? આ સવાલ ઉભો જ છે જવાબની રાહમાં…