હિટવેવ/ હવામાન વિભાગની આગાહી ,ગરમીનો પારો આગામી દિવસોમાં ઉચકાશે

ગુજરાતમાં ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. જો કે સવારનાં સમયે ગરમીનો અહેસાસ ઓછો જોવા મળે  છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તેમની સાથે  હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 40  ડિગ્રીને પાર કરી ગયું છે. રાજ્યમાં અનેક  જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌથી […]

Ahmedabad Gujarat
Untitled 95 હવામાન વિભાગની આગાહી ,ગરમીનો પારો આગામી દિવસોમાં ઉચકાશે

ગુજરાતમાં ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. જો કે સવારનાં સમયે ગરમીનો અહેસાસ ઓછો જોવા મળે  છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે તેમની સાથે  હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન 40  ડિગ્રીને પાર કરી ગયું છે.

રાજ્યમાં અનેક  જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌથી વધુ ગરમી બપોરનાં સમયે અનુભવાય છે. ત્યારે  હવામાન  વિભાગ  દ્વારા આવનાર  દિવસોમાં  હજુ  પણ  ગરમી વધશે તેવી આગાહી  આપવામાં આવી રહી છે. ગુજરાત માં સૌરાષ્ટ્ર માં  ઉપરાંત મધ્ય  ગુજરાત માં પણ તાપમાન ઊચું  રહેવાની  આગાહી  કરવામાં  આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ,દીવ અને પોરબંદરમાં 27 માર્ચની હિટવેવની આગાહી  કરવામાં  આવી છે .દક્ષિણ ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા માં 28 માર્ચ ની હિટવેવ ની આગાહી  કરવામાં આવી છે . કાળઝાળ ગરમી સાથે ગરમ પવનો પણ ફૂંકાશે. અને દરિયા કિનારા વિસ્તારનું તાપમાન પણ વધશે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ સુરજે તેનો તેજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. કોરોનાથી લોકો પરેશાન છે, ત્યારે હવે આ કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત નહી મળે તે નક્કી છે. રાજ્યમાં હાલમાં તો મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ જોવા મળશે .