ભારે પડ્યું/ પત્ની સાથે ખોટી રીતે સંબંધ બાંધવાનું પડ્યું ભારે…

છત્તીસગઢના દુર્ગમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક મોટા વેપારીને 9 વર્ષની જેલની સજા ફટકારી છે. ભિલાઈ-દુર્ગના આ વેપારી ઉપર પત્ની સાથે અકુદરતી રીતે સંબંધ બનાવવા મજબુર કરવાનો આરોપ સાબિત થયો હતો.

India
પત્ની

@નિકુંજ પટેલ

છત્તીસગઢના દુર્ગમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક મોટા વેપારીને 9 વર્ષની જેલની સજા ફટકારી છે. ભિલાઈ-દુર્ગના આ વેપારી ઉપર પત્ની સાથે અકુદરતી રીતે સંબંધ બનાવવા મજબુર કરવાનો આરોપ સાબિત થયો હતો.

પત્ની સાથે ખોટી રીતે સંબંધ બાંધવો આ વેપારીને ભારે પડ્યો હતો. પત્ની સાથે સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્ય માટે મજબુર કરવાના આરોપમાં સજા થઈ હતી. તે સિવાય પિડીતાના સાસુ સસરા અને નણંદને પણ જેલ થઈ છે.

2007માં લગ્ન બાદ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ સામેલ છે. પિડીતાને દહેજ માટે પણ ત્રાસ આપવામાં આવતો હતો. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ સૃષ્ટી વિરૃધ્ધનું કૃત્ય કરતો હતો અને ઈન્કાર કરે તો મારઝુડ કરતો હતો.

પિડ઼ીતાની એક દિકરી પણ છે. જોકે પતિ અને સાસરીયાના અત્યાચારને કારણે તેને ઘર છોડવું પડ્યું હતું. 2016માં તે દિકરી સાથે તેના પિયર જતી રહી હતી. 7 મે 2016ના રોજ તેણે સુપેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે સૃષ્ટિ વિરૃધ્ધના કૃત્ય, દહેજ અને અત્યારાની અલદગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આરોપીના ગુનાની ગંભીરતાને પગલે કોર્ટે તેને રાહત આપવી ઉચિત માન્યું ન હતું. કોર્ટે કહ્યું તે આઈપીલીની કલમ 377 હેઠળનો ગુનો થયો છે જે દંડનીય છે. આઈપીસી 323 હેઠલ પણ વેપારીને એક વર્ષની જેલ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બન્ને સજા તેણે એક સાથે ભોગવવાનો આદેશ કરાયો હતો. જ્યારે તેના માતા પિતાને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તે સિવાય આરોપીની બહેનને પણ 10 મહિનાની જેલ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: