સુરત/ લિંબાયતમાં 1997માં 4 દુકાનમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયો, 10 વર્ષ સુધી આરોપી…

સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે વર્ષ 1997માં ચાર દુકાનમાં લૂંટની ઘટના થઈ હતી. આ ઘટનામાં 1997થી ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે.

Gujarat Surat Trending
આરોપી

@અમિત રૂપાપરા 

સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 1997માં અરુણ પાટીલ નામના વ્યક્તિએ પોતાના સાગરીત સાથે મળીને ચાર દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ આ આરોપી પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો. અરુણે પોતાના ચાર સાથીદારો સાથે મળીને સંતોષી નગર નજીક આવેલ દેવનારાયણ કિરાણા સ્ટોર સહિત અન્ય ત્રણ દુકાનમાં લૂંટ કરી હતી.

જે તે સમયે પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરીને આરોપી અરુણ પાટીલના સાગરીતોને પકડવામાં આવ્યા હતા અને આ વાતની જાણ અરુણને થતા તે પોલીસથી બચવા માટે સોનગઢ ભાગી ગયો હતો. 10 વર્ષ સુધી સોનગઢ રહ્યો હતો. લૂંટ સમયે પોલીસ દ્વારા તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે અરુણ રિક્ષાવાળા તરીકે ઓળખાતો હતો પરંતુ તેની સાચી ઓળખ પોલીસ પાસે ન હતી અને તેના ગામનું નામ પણ લખવામાં પોલીસની ભૂલ થઈ હતી. જોકે 10 વર્ષ સોનગઢ રહ્યા બાદ અરુણ ફરીથી સુરત આવ્યો હતો અને નીલગીરી સર્કલ નજીક સંતોષી નગરમાં જ રહેતો હતો.

આ બાબતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભોળાભાઈ અને કોન્સ્ટેબલ ક્રિપાલસિંહને બાતમી મળી હતી કે, 1997ના લૂંટના ગુનામાં ભાગતો ફરતો અરુણ પાટીલ લીંબાયતના નીલગીરી સર્કલ પાસે સંતોષી નગરના એક મકાનમાં રહે છે. ત્યારે પોલીસ દ્વારા આ બાતમીના આધારે લોટના ગુનામાં 1997થી ભાગતા પડતા 57 વર્ષના અરુણ પાટીલની ધરપકડ કરવામાં આવી છે. અરુણ સુરતમાં આવ્યા બાદ ડ્રાઇવિંગ નું કામ કરતો હતો.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત