જીવલેણ હુમલો/ દાણીલીમડામાં એસિડ એટેકની ઘટના, મહિલાને પહોંચી ગંભીર ઇજા

ભારતમાં સૌથી વધારે એસિડ અટેકની ઘટના યુપી અને બિહારમાં બની ચુકી છે. જેમાં અનેક લોકોએ પોતાના કિંમતી શરીર ઉપર ગંભીર ઇજાઓનો દર્દ સહન કર્યો છે. એસિડ અટેકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે હવે સરકારે પણ કમર કસી લીધી છે ત્યારે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારની અંદર એસિડ અટેકની ઘટના ઘટી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદના […]

Ahmedabad Gujarat
26 11 2019 drunken girl 19790493 દાણીલીમડામાં એસિડ એટેકની ઘટના, મહિલાને પહોંચી ગંભીર ઇજા

ભારતમાં સૌથી વધારે એસિડ અટેકની ઘટના યુપી અને બિહારમાં બની ચુકી છે. જેમાં અનેક લોકોએ પોતાના કિંમતી શરીર ઉપર ગંભીર ઇજાઓનો દર્દ સહન કર્યો છે. એસિડ અટેકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે હવે સરકારે પણ કમર કસી લીધી છે ત્યારે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારની અંદર એસિડ અટેકની ઘટના ઘટી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી શફી મંજિલ પાસે પોતાના પિતાના ઘરે રહેતી અલફીના બાનું નામની વિધવા મહિલાની ઉપર તેમના જ નણદોઈ ઇમરાન શેખે પારિવારિક ઝઘડા અને ઘરકંકાસની દાજ કાઢવા માટે વિધવા ઉપર જવલનશીલ પ્રવાહી લાવીને તેમના ઉપર ફેંકવાનો પ્રયાસ કરતા મહિલાએ પોતાનો બચાવમાં નીચે બેસી જતા તેઓ સદનસીબે બચી ગયા હતા.

જોકે, કાંચની બોટલ દીવાલથી અથડાવ્યા બાદ નીચે પડી જતા તેમાંથી તે પ્રવાહી નીચે રેડાવ્યું હતું. જે મહિલાના હાથ અને પગને ટચ થતા તેટલો ભાગ બળી ગયો હતો. આ મામલે પીડિતાએ પોતાના પિતાને જોરજોરથી બૂમો પાડીને સમગ્ર બનાવ અંગેની જાણ કરતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાને એલજી હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે પીડિતાની ફરિયાઈ નોંધીને આરોપી ઇમરાન શેખ સામે આઈપીસીની કલમ 326 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.