કોરોના/ એક્ટર અમિત સાધ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી વાત

બોલિવૂડ એક્ટર અમિત સાધે તેના ચાહકોને માહિતી આપી કે તે કોરોથી સંક્રમિત થયો છે. તેના ચાહકોને આ વિશે જણાવવા માટે અમિતે સોશિયલ મીડિયા પર એક નોટ પોસ્ટ કરી હતી.

Trending Entertainment
અમિત સાધ

એકવાર ફરી કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં એક તરફ કોવિડ ઓમિક્રોનનું નવું વેરિયન્ટ સામે આવ્યું છે. બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. હવે બોલિવૂડ એક્ટર અમિત સાધ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો :જાણો, ક્યારે રિલીઝ થશે ફિલ્મ RRR નું ટ્રેલર, એલાન થતાં જ સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ

ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતા અમિતે લખ્યું, ‘અત્યંત સાવચેતી હોવા છતાં, મને કોરોના થયો છે. શરૂઆતમાં, જ્યારે મને ખૂબ જ હળવા લક્ષણો દેખાયા ત્યારે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. કોવિડના પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હું હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ. મને ખાતરી છે કે હું આમાંથી વધુ મજબૂત અને વધુ સારી રીતે બહાર આવીશ. કૃપા કરીને તમે બધા સુરક્ષિત રહો અને તમારી અને અન્યની સંભાળ રાખો. તમને સૌને પ્રેમ.’

Instagram will load in the frontend.

અમિત સાધ અત્યાર સુધી ‘કાઈ પો છે’, ‘ગુડ્ડુ રંગીલા’, ‘સરકાર 3’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અમિતે અત્યાર સુધી OTT પ્લેટફોર્મ પર ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં તે બ્રેથ સીઝન 3 માં જોવા મળી શકે છે. અમિતે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેણે તેની લોકપ્રિય એમેઝોન પ્રાઇમ વેબ સિરીઝ બ્રેથની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે, જેમાં તે ફરી અભિષેક બચ્ચન અને નિત્યા મેનન સાથે જોવા મળશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ જારી, થઈ શકે છે ધરપકડ

એપ્રિલમાં જ્યારે મહામારીએ એનો કાળો કહેર વર્તાવ્યો હતો, એ સમય દરમિયાન અમિત સાધે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું. અમિત સાધે નિર્ણય કર્યો હતો કે, જ્યારે દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે તો તે પોતાના ફોટા અને વીડિયો શેર નહીં કરે.

નોંધનીય છે કે, અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મ જગત પર પણ કોરોના મહામારીની ગંભીર અસર પડી હતી. બીજી લહેર નબળી પડ્યા પછી બોલીવુડ આ પરિસ્થિતિમાંથી ઉભરવાના પ્રયત્ન કરી રહ્યું છે. એવામાં એના કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

હાલમાં જ કાજોલની બહેન તનીષાએ પણ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. આ પહેલા બોલીવુડ અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગ્ગજ કલાકાર કમલ હાસન પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાથી પરત ફર્યા પછી સામાન્ય ખાંસીની ફરિયાદ હતી. ટેસ્ટ કરાવવા પર ખુલાસો થયો હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે. એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન બોલીવુડના અનેક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો :ફિલ્મ 83 નું ટ્રેલર Release, કપીલ દેવ બનીને ભારતને વર્લ્ડકપ જીતાડતા જોવા મળશે રણવીર

આ પણ વાંચો :પાકિસ્તાની મોડલે કરતારપુર સાહિબમાં ફોટોશૂટ બદલ માંગી માફી

આ પણ વાંચો :KBC 13ના એપિસોડ પર વિવાદ, ચેનલે પ્રોમો હટાવ્યો, જાણો શું છે આખો મામલો