Not Set/ ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો મીટર દોડશે

શિવાજી પાર્ક, મુંબઈથીશરું થયેલ રન ફોર યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 416 કિલોમીટર સુધી ચાલશે, એકલા દોડી રહેલા મિલિંદ સોમને કોવિડ માર્ગદર્શિકાને કારણે વધુ લોકો જોડવાનું પોતાના સાથે ટાળ્યું છે. 45 થી 50 કિલોમીટર સુધી દરરોજ દોડી રહ્યા છે.

Gujarat Trending
milind soman ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો મીટર દોડશે

બૉલીવુડના જાણીતા અભિનેતા, ફિલ્મ નિર્માતા, અને ફિટનેસ ઉત્સાહી મિલિંદ સોમન 15 મી ઓગસ્ટ, 75 માં સ્વતંત્રતા દિવસે શિવાજી પાર્ક મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ત્રીજી ‘રન ફોર યુનિટી’ મેરેથોન શરૂ કરી છે.શિવાજી પાર્ક, મુંબઈથીશરું થયેલ રન ફોર યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 416 કિલોમીટર સુધી ચાલશે, એકલા દોડી રહેલા મિલિંદ સોમને કોવિડ માર્ગદર્શિકાને કારણે વધુ લોકો જોડવાનું પોતાના સાથે ટાળ્યું છે. 45 થી 50 કિલોમીટર સુધી દરરોજ દોડી રહ્યા છે.

નિવેદન / કેટલાક ભારતીયો હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા,જામનગર પહોંચેલા રાજદૂતે કહ્યું આવું…

કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દોડ પૂરી કરસે. તા. 22 ઓગસ્ટ સાંજે 4 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પોતે આતુર હોવાનું જાણવા મળ્યું છે. જે આપણા રાષ્ટ્ર માટે એકતાનું પ્રતીક સમાન છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૂત્રો અનુસાર, મિલિંદ સોમન, એક જાણીતા અભિનેતા છે એમણે  આમંત્રણ સ્વીકાર્યું અને ‘રન ફોર યુનિટી’ માટે સંમત થયા. મિલિન્દ સોમન 416 કિલોમીટરની દોડ દરમિયાન વલસાડના કરમબેલી અને ડુંગરી, સુરતના પલસાણા, ભરૂચના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રહેશે.

મોટો દાવો / શશી થરૂરનો દાવો તાલિબાનોમાં બે ભારતીય યુવાનો પણ સામેલ

પ્રતાપનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 100 જેટલા દોડવીરો તેમની સાથે જોડાશે. ‘રન ફોર યુનિટી’ મેરેથોનનો ઉદ્દેશ દેશવાસીઓને મહાન નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલની શ્રદ્ધાંજલિમાં દોડવા માટે પ્રેરિત કરવાનો અને પ્રેરણા આપવાનો છે, જેમણે આઝાદી પછીના મુશ્કેલ દિવસોમાં ભારતને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2013 માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ ‘રન ફોર યુનિટી’ની શરૂઆત કરવામાં આવી હતી.

સરકાર સક્રીય / કાબુલમાં ફસાયેલા લોકો માટે ભારત સરકાર નવો હેલ્પલાઇન નંબર જારી કરશે

sago str 9 ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો મીટર દોડશે