નિધન/ અભિનેતા સતીશ કૌલનું કોરોનાના કારણે નિધન, મહાભારતમાં નિભાવી હતી ભગવાન ઇન્દ્રની ભૂમિકા

ફિલ્મ અભિનેતા સતીષ કૌલ કોરોનાથી પીડિત હતા.હવે તેનું મુંબઈમાં અવસાન થયું છે.સતિષ કૌલે મહાભારત જેવી લોકપ્રિય સિરિયલમાં ભગવાન ઇન્દ્રની ભૂમિકા ભજવી ચૂક્યા છે.આ ઉપરાંત, તેમણે અમિતાભ બચ્ચન અને

Trending Entertainment
satish kaul અભિનેતા સતીશ કૌલનું કોરોનાના કારણે નિધન, મહાભારતમાં નિભાવી હતી ભગવાન ઇન્દ્રની ભૂમિકા

ફિલ્મ અભિનેતા સતીષ કૌલ કોરોનાથી પીડિત હતા.હવે તેનું મુંબઈમાં અવસાન થયું છે.સતિષ કૌલે મહાભારત જેવી લોકપ્રિય સિરિયલમાં ભગવાન ઇન્દ્રની ભૂમિકા ભજવી ચૂક્યા છે.આ ઉપરાંત, તેમણે અમિતાભ બચ્ચન અને દિલીપકુમાર સાથે પણ કામ કર્યું છે.સતિષ કૌલના નિધનથી શોક વ્યક્ત કરતી વખતે અશોક પંડિતે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.સતિષ કૌલ ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતા.તેમની વિદાયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, ઘણા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

Big Breaking / ચૂંટણી પંચની અગત્યની જાહેરાત, ગાંધીનગર મનપાની ચૂંટણી રહેશે મુલતવી

https://twitter.com/ashokepandit/status/1380821471006662661?s=20

સતિષ કૌલની આર્થિક સ્થિતિ ખરાબ હતી.આને કારણે તેમણે ફિલ્મ ઉદ્યોગ તરફથી આર્થિક મદદની વિનંતી પણ કરી હતી.તેમણે કહ્યું હતું કે તેઓ દવાઓ અને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હતા.સતિષ કૌલે મહાભારતમાં ભગવાન ઇન્દ્રની ભૂમિકા ભજવી હતી. સતિષ કૌલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમણે 300 થી વધુ પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે તેની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હતી.

Satish Kaul Dies: कोरोना से जिंदगी की जंग हारे महाभारत के इंद्र, दयनीय हालत  में कर रहे थे गुजारा! BR Chopra Mahabharat Indra actor Satish Kaul died due  to corona infection |

રાજકીય ડોઝ / અછત વચ્ચે રેમડેસિવિરના વિતરણે પકડ્યો રાજકીય રંગ, કોંગ્રેસે સરકારને આપ્યું આક્ષેપોનું ઇન્જેક્શન

સતીષ કૌલે ‘પ્યાર તો હોના હી થા’, ‘આન્ટી નંબર વન’, ‘વિક્રમ ઔર બેતાલ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.સતિષ કૌલે પંજાબથી મુંબઇ આવ્યા હતા અને અભિનય શરૂ કર્યો હતો.સતિષ કૌલે એક મુલાકાતમાં તેમણે પ્રેક્ષકોને પણ આભાર માન્યો કે તેમણે તેને ખૂબ પ્રેમ આપ્યો છે. તે જીવવા માંગે છે. સતિષ કૌલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પંજાબથી મુંબઇ 2011માં આવ્યા હતા,તેમનો પ્રોજેક્ટ સફળ રહ્યો ન હતો. તેણે કરેલું તમામ કામ કોઈ કારણ થી અટકી ગયું હતું. તેમનું એક હાડકું પણ ફેક્ચર હતું. તેઓ અઢી વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ તેઓ બે વર્ષ એક વૃદ્ધાશ્રમમાં રહ્યા હતા, જો કે, તેની જીવવાની ઈચ્છા ઘણી હતી.

વિજ્ઞાનનો દાવો / કોરોનાથી થતા મોતને અટકાવે છે સૂર્યપ્રકાશ, સંશોધકોના અભ્યાસમાં દાવો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…