ભાવ વધારો/ અબ કી બાર મોંઘવારી કી માર,અદાણીએ CNGના ભાવમાં કર્યો 5 રૂપિયાનો તોતિંગ વધારો

ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.

Top Stories Business
5 અબ કી બાર મોંઘવારી કી માર,અદાણીએ CNGના ભાવમાં કર્યો 5 રૂપિયાનો તોતિંગ વધારો
  • અદાણી CNG ગેસના ભાવમાં વધારો
  • પ્રતિ 1 કિલોએ રૂ. 5 નો વધારો
  • રૂ. 74.59 થી વધીને 79.59 ભાવ થયો

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે પ્રતિ એમએમબીટીયુ 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ પહેલા જૂનો ભાવ પ્રતિ કિલો 74. 59 રૂપિયા હતો. આ પહેલા છેલ્લે 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો હતો

મોંઘવારીના માર વચ્ચે સીએનીજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીએજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.  અમદાવાદમાં CNGનો જુનોભાવ 74 રૂપિયા 59 પૈસા હતા..તો હવે 79 રૂપિયા 59 પૈસા થયો છે. સરકારે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ વધવાને કારણે દેશમાં કુદરતી ગેસના ભાવ વધારી બમણા  થયા છે.

જેથી  ગ્રાહકો પર દસથી પંદર ટકાનો નવો બોજ આવી પડે તેવી શક્યતા છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ચર્ચા છે કે , સરકાર પૂર્ણ જથ્થો ઉપલબ્ધ બનાવે તો સીએનજી બાદ પીએનજીના ભાવમાં પ્રતિ કિલો કમસેકમ પાંચ રૂપિયાનો વધારો આગામી દિવસોમાં જાહેર કરાય તેવી શક્યતા છે.